વિશ્વ ટીબી દિવસ નિમિત્તે પાલનપુરમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન-2026’ અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…

March 24, 2026

ગરવી તાકાત પાલનપુર : વિશ્વ ટીબી દિવસ નિમિત્તે 24 માર્ચના રોજ પાલનપુરમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન-2026’ અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબી રોગ વિશે લોકોને જાગૃત કરવાનો અને સમયસર તપાસ તથા સંપૂર્ણ સારવાર લેવા અંગે માર્ગદર્શન આપવાનો આ રેલી પાલનપુર સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ કિર્તીસ્તંભ સુધી પહોંચી અને પરત સિવિલ હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ જ્યાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા.

તેમણે ‘ટીબી હટાવો-દેશ બચાવો’ અને ‘તપાસ કરાવો – ટીબી હરાવો’ જેવા સૂત્રોચ્ચાર કરીને લોકજાગૃતિ ફેલાવી આ પ્રસંગે બનાસકાંઠાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, ટીબી એક ચેપજન્ય રોગ હોવા છતાં સમયસર નિદાન અને નિયમિત સારવારથી તે સંપૂર્ણપણે મટી શકે તેમણે લોકોને અપીલ કરી કે જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી રહે, સતત તાવ આવે કે વજનમાં ઘટાડો જણાય, તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ આરોગ્ય કર્મીઓ,

શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહયોગ નોંધપાત્ર રહ્યો કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ એકજૂથ થઈ ‘ટીબી મુક્ત ભારત’ બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો આ કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સંજય સોલંકી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોષી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મહેશ કાપડિયા તેમજ પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.ડી.પી. અનાવાડીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0