ગરવી તાકાત પાટણ : પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા, તેની અછત અને વધતી મોંઘવારીના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા આ પ્રદર્શન દરમિયાન પોલીસે 8 કાર્યકરોની અટકાયત કરી પાટણ શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા પાસે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું.

રાંધણ ગેસના ભાવમાં સતત વધારો અને બજારમાં બાટલાની અછતને કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો,
![]()
જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે દરમિયાનગીરી કરી અને 8 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કરણ પરમાર, પ્રભારી પ્રતાપસિંહ રાજપૂત અને પાટણ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા.


