મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી મિલકત વેરા વ્યાજ/પેનલ્ટી માફી યોજનાને શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો…

March 23, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલી મિલકત વેરા વ્યાજ/પેનલ્ટી માફી યોજનાને શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો જે યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 1053 મિલકતધારકોએ પોતાનો બાકી વેરો ભરપાઈ કરી યોજનાનો લાભ લીધો જેને લઈ પાલિકાની તિજોરીમાં કુલ રૂ.1,26,51,635 ની માતબર રકમ જમા થઈ આ યોજનાનો લાભ લેવા માટે આગામી 31 માર્ચ, 2026 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હાલમાં આ યોજના અમલમાં હોવા છતાં કેટલાક મિલકતધારકો હજુ પણ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતા હોઈ પાલિકાએ આવા મુખ્ય બાકીદારોની યાદી જાહેર કરી.

મહાનગરપાલિકાએ તમામ બાકીદારોને અંતિમ અપીલ કરી કે આ તકનો લાભ લઈ તાત્કાલિક વેરો ભરપાઈ કરે. જો નિર્ધારિત સમયમર્યાદામાં વેરો નહીં ભરાય, તો પાલિકા દ્વારા મિલકત સીલ કરવી, નળ કનેક્શન કાપવા અથવા અન્ય દંડાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલી વ્યવસાય વેરા વ્યાજ/પેનલ્ટી માફી યોજનાને લઈ બાકી વેરા પર 50% વ્યાજ અને પેનલ્ટી માફી આપવામાં આવી રહી જેનો અત્યાર સુધીમાં 1675 કરદાતાઓએ લાભ લીધો પાલિકાની આ ઝુંબેશ હેઠળ તા. 6 માર્ચ 2026થી અત્યાર સુધીમાં કુલ રૂ. 1,45,47,733ની માતબર રકમ વસૂલાત કરવામાં આવી.

જોકે આટલી મોટી રાહત છતાં શહેરના કેટલાક રીઢા બાકીદારો હજુ પણ વેરો ભરવામાં આનાકાની કરતા હોવાનો સુર રહ્યો પાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ અનિતા વસ્ત્રાલય (રૂ.50,942), રાજશ્રી કોમ્પ્યુટર (રૂ.49,350), પટેલ ઓઈલ ટ્રેડર્સ (રૂ.44,099) અને શિવમ કોમ્પ્યુટર (રૂ.31,711) જેવા અનેક એકમોના લાખો રૂપિયાના વેરા બાકી રહ્યા તો મહાનગરપાલિકાએ અંતિમ અપીલ કરતા નાગરિકોને તાત્કાલિક વેરો ભરપાઈ કરવા અપીલ કરી જો નિર્ધારિત સમયમાં વેરો નહીં ભરાય તો મિલકત સીલ કરવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા કે અન્ય દંડાત્મક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0