ગરવી તાકાત મોડાસા : ધનસુરા તાલુકાના દોલપુર ગામે ખેતરના શેઢા બાબતે થયેલી તકરાર ઉગ્ર બનતા સામસામી ફરિયાદો નોંધાઈ આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી પોલીસે કુલ છ લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પ્રથમ ફરિયાદ મુજબ, ગઈ કાલે બપોરે એક ખેડૂતે પોતાના ખેતરમાં ટ્રેક્ટર મોકલ્યું તે સમયે શેઢા પડોશી રાહુલભાઈ દેસાઈએ આવીને શેઢો ખેડી નાખવા બાબતે અપશબ્દો બોલી ધમકી આપી.
બાદમાં ફરિયાદ નોંધાવવા જઈ રહેલા નયનભાઈને દોલપુર ગામના રસ્તા પર માર મારવામાં આવ્યો નયનભાઈને મોઢા, પીઠ અને ગળાના ભાગે ઇજા થતાં તેમને ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા આ મામલે જોધાભાઈ કરમસીભાઈ દેસાઈ, રાહુલભાઈ દેસાઈ અને રાજુભાઈ દેસાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો બીજી તરફ, સામા પક્ષે પણ ત્રણ લોકો વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
એક મહિલા ખેતરમાં ઘાસ કાપવા ગઈ ત્યારે નયનભાઈ પટેલે તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ મહિલાએ બૂમ પાડતા બાજુના ખેતરમાંથી રાહુલભાઈ આવી ગયા તે સમયે આરોપીઓએ ઉશ્કેરાઈને રાહુલભાઈને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આ ફરિયાદમાં નયનભાઈ પટેલ, તુષારભાઈ પટેલ અને હિમાંશુભાઈ પટેલ સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


