બનાસકાંઠા જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27ની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ…

March 19, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27ની બેઠક પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઈ આ બેઠકમાં જિલ્લામાં રૂ. 25 કરોડથી વધુના 916 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી મંજૂર કરાયેલા કામોમાં વિવેકાધીન યોજના હેઠળ જિલ્લાના 10 તાલુકાના રૂ. 23.19 કરોડના 896 કામોનો સમાવેશ થાય આ ઉપરાંત, જિલ્લાની 4 નગરપાલિકાઓ માટે રૂ. 2.01 કરોડના 20 કામોને પણ મંજૂરી મળી બેઠક દરમિયાન પાણી પુરવઠો, રોડ-રસ્તા, સ્વાસ્થ્ય, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન સહિતના વિવિધ વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી.

Banaskantha Planning Board Meeting Led by Minister Kamlesh Patel Approves ₹25  Crore Projects

આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જોગવાઈઓ અંતર્ગત થતા કામો પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ અપાઈ અધ્યક્ષ કમલેશભાઈ પટેલે તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વિકાસ કામોની વહીવટી મંજૂરી મળ્યા બાદ ઝડપથી કામગીરી હાથ ધરી ગુણવત્તા અને તકેદારી સાથે પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું તેમણે બનાસકાંઠા જિલ્લામાં યોજનાકીય કાર્યો અંગે વધુ સજાગતા રાખી અસરકારક કામગીરી કરવા નિર્દેશ આપ્યો ખાસ કરીને આરોગ્ય જેવા જીવન જરૂરિયાત ધરાવતા વિભાગોના કામો સત્વરે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો.

પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે અધિકારીઓને વિકાસ કામોની નિયમિત સ્થળ મુલાકાત લેવા અને કામો ગુણવત્તાસભર તથા ઝડપી ગતિએ પૂર્ણ થાય તે માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા આયોજન અધિકારી એસ.એન. પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0