પાટણ તાલુકાના ચંદ્રુમણા ગામના યુવક સાથે લગ્નના બહાને છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ…

March 3, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ તાલુકાના ચંદ્રુમણા ગામના એક યુવક સાથે લગ્નના બહાને છેતરપિંડી આચરવામાં આવી યુવક પાસેથી રોકડા રૂ. 2.15 લાખ અને સોનાનું પેન્ડલ પડાવી દુલ્હન ફરાર થઈ ગઈ આ મામલે પાટણ તાલુકા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ફરિયાદ મુજબ, ચંદ્રુમણા ગામે ખેતીકામ કરતો યુવક લગ્ન કરવા ઈચ્છતો તેમના પરિચિતોએ બનાસકાંઠાના દાંતાની રેણુકા નામની યુવતી સાથે તેમનો સંપર્ક કરાવ્યો લગ્ન કરાવવા માટે વચેટિયાઓ અને યુવતીના પરિવારજનોએ રૂ. 2 લાખ અને અન્ય ખર્ચની માંગણી કરી.

જોડિયાના કેશીયા ગામના યુવાન સાથે લગ્નના નામે 2.35 લાખની છેતરપિંડી | Fraud  of Rs 2 35 lakh in the name of marriage with a young man from Keshia  village of Jodia - Gujarat Samachar

તારીખ 29 સપ્ટેમ્બર, 2025 ના રોજ યુવતીને જોયા બાદ, 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ હારીજ નજીકના એક મંદિરમાં તેમના લગ્ન કરાવવામાં આવ્યા ત્યારબાદ પાટણ કોર્ટમાં લગ્નની નોંધણી પણ કરવામાં આવી લગ્ન સમયે યુવકના પરિવારે આરોપીઓને ટુકડે-ટુકડે કુલ રૂ. 2.15 લાખ રોકડા આપ્યા અને યુવતીને સોનાનું ‘ઓમ’ વાળું પેન્ડલ પણ પહેરાવ્યું લગ્નના આશરે 15 દિવસ પછી યુવતીનો ભાઈ અને અન્ય શખ્સો તેને તેડવા આવ્યા તેઓ પાંચ દિવસમાં પરત મોકલી આપવાનું કહીને રેણુકાને લઈ ગયા.

Fraud by getting a mobile loan on the pretext of cash

લાંબો સમય વીતવા છતાં પત્ની પરત ન આવતા, ઘનશ્યામ ઠાકોરે તપાસ કરતા જાણવા મળ્યું કે રેણુકાના અગાઉ પણ અન્ય એક યુવક સાથે લગ્ન થયેલા વારંવાર રજૂઆત કરવા છતાં પત્નીને પરત ન મોકલી કે લીધેલા નાણાં પાછા ન આપતા, ઘનશ્યામ ઠાકોરે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી પાટણ તાલુકા પોલીસે લાભુભાઈ પ્રવીણભાઈ વ્યાસ, વિશાલભાઈ પ્રવીણભાઈ બારોટ, રતાભાઈ જીવાભાઈ ગમાર, જીતુભાઈ રતાભાઈ ગમાર, રેણુકા રતાભાઈ ગમાર અને ભીમાભાઈ સરપંચ સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0