અરવલ્લીમાં લગ્નની લાલચ આપી 25 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે દબોચ્યો…

February 27, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મેઘરજમાં 25 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં ચાર સંતાનોના પિતાએ 25 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી, વિવિધ રાજ્યોમાં ફેરવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ આરોપી મેઘરજ તાલુકા પંચાયત કચેરીનો ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે અને પોતે પરણિત અને 4 સંતાનોનો પિતા હોવાનું છુપાવ્યું જો કે દુષ્કર્મ આચર્યા બાદ પોતે પરણિત હોવાનું કહીને યુવતી સાથે લગ્ન કરવાની ના પડતાં ભોગ બનનાર યુવતીએ યુવક આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો આ ઘટનાની વિગતો મુજબ, ભોગ બનનાર યુવતીના પિતા મેઘરજ તાલુકા પંચાયત કચેરી પાસે છેલ્લા 16 વર્ષથી ચાની દુકાન ચલાવે જાન્યુઆરી 2026 દરમિયાન,

Women's Support Center at Meghraj Police Station, Aravalli; Free service to  prevent violence against women

મેઘરજ તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો મહેશ ઓડ (રહે. રાયગઢ, હિંમતનગર) ત્યાં ચા પીવા આવતો આ દરમિયાન યુવતી સાથે તેનો પરિચય થયો, જે બાદમાં પ્રેમસંબંધમાં પરિણમ્યો 28 જાન્યુઆરી 2026ના રોજ આરોપી મહેશ યુવતીને મોડાસા લઈ જવાનું કહીને કારમાં લઈ ગયો ત્યાંથી તે યુવતીને શામળાજી, ઉદયપુર, દિલ્હી, શ્રીનગર, કુલ્લુ-મનાલી અને અમૃતસર જેવા વિવિધ સ્થળોએ ફેરવી આ પ્રવાસ દરમિયાન વિવિધ હોટેલોમાં રોકાણ કરીને આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા ત્યારબાદ, આરોપી યુવતીને અમદાવાદ લાવ્યો જ્યાં તેણે મૈત્રીકરાર કરાવ્યા ગાંધીનગરની હોટેલમાં રોકાણ દરમિયાન પણ આરોપીએ યુવતીને હવસનો શિકાર બનાવી.

જ્યારે 23 ફેબ્રુઆરીએ યુવતીએ લગ્ન કરવાની જીદ કરી ત્યારે આરોપી મહેશ ઓડ ઉશ્કેરાઈ ગયો તેણે ઘટસ્ફોટ કર્યો કે તે પહેલેથી પરિણીત અને ચાર સંતાનોનો પિતા લગ્નની ના પાડીને આરોપીએ યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને યુવતીને અધવચ્ચે છોડી દીધી ડરી ગયેલી યુવતી ઘરે જવાને બદલે મોડાસાના નારીગૃહમાં પહોંચી બાદમાં પરિવારે તેને ઘરે લાવી હિંમત આપતા, યુવતીએ મહેશ ઓડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી આરોપી મહેશ ઓડ હાલ ભિલોડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા, 26 ફેબ્રુઆરીએ તેને મોડાસા સબજેલ હવાલે કરવામાં આવ્યો પોલીસે આ ગંભીર મામલે વધુ તપાસ તેજ કરી અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0