ગરવી તાકાત અરવલ્લી : જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ આપવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત, અરવલ્લી જિલ્લા માળી સમાજ અને મોડાસા માળી સમાજ દ્વારા આ રજૂઆત કરાઈ આવેદનપત્રમાં જણાવાયું કે ફૂલે દંપતીએ પોતાનું જીવન પછાત, દબાયેલા અને શોષિત વર્ગને શિક્ષણ અને ન્યાય અપાવવા માટે સમર્પિત કર્યું બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના પ્રેરણાસ્ત્રોત અને ગુરુ ગણાવ્યા.

જ્યોતિરાવ ફૂલેએ પોતાની પત્ની સાવિત્રીબાઈને શિક્ષિત કરીને દેશમાં મહિલા શિક્ષણની ક્રાંતિનો પ્રારંભ કર્યો સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા અને પ્રથમ મહિલા શાળા શરૂ તેમણે બાદમાં વધુ 17 શાળાઓ સ્થાપીને સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું આ દંપતીએ મહિલાઓના અધિકારો, માન-સન્માન અને સમાનતાની લડતમાં અવિસ્મરણીય ભૂમિકા ભજવી ગુજરાત સમસ્ત માળી સમાજ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકો પર જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફૂલે દંપતીને ભારત રત્ન આપવાની માંગ ઉઠાવવામાં આવી રહી અરવલ્લીમાં પણ આ માંગ સાથે રજૂઆત કરવામાં આવી.

મોડાસા રામી માળી સમાજના ચેરમેન અંજનાબેન રામીએ જણાવ્યું કે, “ભારત સરકાર જ્યારે ભારત રત્ન અંગેનો નિર્ણય જાહેર કરશે, ત્યારે દેશના અતિ પછાત અને દબાયેલા વર્ગો સહિત માળી સમાજને સાચો ન્યાય મળ્યો ગણાશે.” આ આવેદનપત્ર સુપરત કરતી વખતે ગુજરાત રામી સમાજના ટ્રસ્ટી ડૉ. વાસુદેવભાઈ રામી, રોહિતભાઈ રામી, સુરેન્દ્રભાઈ, ગિરીશભાઈ, ઉપેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ, દેવાંગભાઈ, પ્રકાશભાઈ, આલોકભાઈ, ડૉ. કૃણાલ રામી સહિત સમાજના આગેવાનો, વડીલો અને મોડાસા માળી સમાજની મહિલાઓ ઉપસ્થિત રહ્યા.


