મહેસાણામાં અબોલા જીવ પર વધતા અત્યાચાર સામે જીવદયા પ્રેમીઓમાં રોષ: કલેક્ટરને ન્યાયની અપીલ…

February 21, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અબોલા જીવ પર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો પશઓના કતલ અને શેરી શ્વાનોને ઝેર આપી મારી નાખવા જેવી અમાનવીય ઘટનાઓ સામે આવતા શહેરના જીવદયા પ્રેમીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી જીવદયા પ્રેમીઓના જણાવ્યા અનુસાર મહેસાણાની વિવિધ સોસાયટીઓમાં શાંત અને બિન-ઝેરી શ્વાનો પર પણ અત્યાચાર કરવામાં આવે તાજેતરમાં રાધનપુર રોડ પર આવેલી મહેસાણા નગર સોસાયટીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો.

291 user IDs of the collector's office have been activated for the  e-government application in Mehsana district.

અહીં સેન્ટરથી નસબંધી કરાવીને પરત ફરેલા શેરી શ્વાનોને સોસાયટીના જ કેટલાક શખ્સો દ્વારા બળજબરીપૂર્વક પકડી કોથળામાં બાંધી અન્ય અજાણી જગ્યાએ છોડી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો અબોલા જીવ પર થતા અત્યાચારના કિસ્સામાં માત્ર અરજી ન લેતા કાયદેસરની FIR દાખલ કરી ગુનેગારોને કડક સજા કરવામાં આવે પશુઓની સેવા કરતા ગૌરક્ષકો અને મહિલા ડોગ ફીડરોને અસામાજિક તત્વો દ્વારા અપાતી ધમકીઓ અને માનસિક ત્રાસ બંધ કરાવવામાં આવે મૂંગા પશુઓને ભોજન કરાવતા લોકો સાથે થતી અસભ્ય વર્તણૂક રોકવામાં આવે.

Mahesana Animal Cruelty Outrage; Activists Appeal Collector for Justice

મહિલાને ધમકી આપવામાં આવી આ ઘટના અંગે જ્યારે જીવદયા પ્રેમી મહિલા દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે જવાબદાર વ્યક્તિઓ દ્વારા ટેલિફોનિક વાતચીતમાં ગુનો કબૂલવા છતાં મહિલાને ધમકી આપવામાં આવી હોવાની વિગતો સામે આવી જીવદયા પ્રેમીઓનો આક્ષેપ કે, આ બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે ગુનેગારોમાં ડર રહ્યો નથી જીવદયા પ્રેમીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આ ગંભીર મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તમામ સંસ્થાઓ અને પશુ પ્રેમીઓ એકઠા થઈ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0