શામળાજી પોલીસે માછલી ભરવાના થર્મોકોલના વેસ્ટની આડમાં લઇ જવાતો લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

February 4, 2026

ગરવી તાકાત અરવલ્લી : રાજસ્થાન તરફથી આવી રહેલા પીકઅપને અણસોલ ચેકપોસ્ટ ઉપર રોકીને શામળાજી પોલીસે માછલી ભરવાના થર્મોકોલના બોક્સની આડમાં ગેરકાયદે લઈ જવાતો રૂ. 7,30,800નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ચાલકની અટકાયત કરી શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું.

દરમિયાન પીઆઇ એસ.એસ. માલને ખાનગી માહિતી મળી કે ગાડી નં.આરજે 14 જીએફ 0135માં ચાલક માછલી ભરવાના થર્મોકોલના વેસ્ટ બોક્સમાં વિદેશી દારૂ ભરી અણસોલ ચેકપોસ્ટ ઉપર થઈ ગુજરાતમાં પ્રવેશનાર હોવાની માહિતીના આધારે શામળાજી પોલીસે ઉપરોક્ત ગાડીને અટકાવી તલાશી લેતાં ગાડીમાંથી.

થર્મોકોલના બોક્સની આડમાં લઈ જવાતો રૂ. 7,30,800નો વિદેશી દારૂ મળ્યો પોલીસે ચાલક હેમરાજ નારાયણલાલ નિશળીજી મિસરીજી ખારોલ જાટ રહે. ફતેહગઢ કુંડકાલાંબા તા. મસુદા જિ.અજમેરની અટકાયત કરી દારૂ ભરી આપનાર વોન્ટેડ ભરત બન્ના રહે. પીપરોલી અજમેર સામે ગુનો નોંધ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0