ગરવી તાકાત પાટણ : પાટણ શહેરની શીવનગર સોસાયટીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી બંને પક્ષોએ એકબીજા પર તલવાર, લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો આ ઘટનામાં બંને પક્ષના અનેક લોકો ઈજાગ્રસ્ત થયા જેમને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાટણ સીટી એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 11 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પ્રથમ પક્ષે, પ્રકાશભાઈ રામાભાઈ પટણીએ ફરિયાદ નોંધાવી કે, તેમના ઘર આગળ પાણી ઢોળવા બાબતે સોનાબેન પટણી સાથે બોલાચાલી થઈ.

સમાધાન થયા બાદ બીજા દિવસે તેમનો દીકરો ચિરાગ ઘરે આવતા આરોપીઓએ પથ્થરમારો કર્યો આરોપી સુનીલે લાકડાની ઈશ વડે પ્રકાશભાઈના માથા અને આંખ પાસે ગંભીર ઈજા પહોંચાડી અન્ય આરોપીઓ વિજય, વિશાલ, ક્રીશ અને સાગરે લાકડી-ધોકા વડે માર માર્યો આ હુમલામાં વચ્ચે પડેલા સુજલને આરોપી વિજયે તલવાર વડે અને વિશાલે ઈંટ વડે માથામાં ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસે આ મામલે વિજયભાઈ બાબુભાઈ પટણી, વિશાલભાઈ, ક્રીશભાઈ, સુનિલભાઈ, સાગરભાઈ અને સોનાબેન વિરુદ્ધ ગુનો નોંધ્યો.
![]()
સામા પક્ષે, વિજયભાઈ બાબુભાઈ પટણીએ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, પાડોશમાં રહેતા કલાબેન પટણીએ પાણી ઢોળતા થયેલી બોલાચાલીની અદાવતમાં આ હુમલો થયો ફરિયાદ મુજબ, ચિરાગ પ્રકાશભાઈ પટણી ગાળો બોલતો હોવાથી તેને સમજાવવા ગયેલા ક્રીશ પર ચિરાગ અને સુજલે તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હુમલાખોરોએ પથ્થરમારો કરી વિજયભાઈના પત્ની અને માતાને પણ ઈજા પહોંચાડી આરોપી પ્રકાશભાઈએ લાકડાના ધોકા વડે વિજયભાઈના કપાળ અને કાંડા પર માર મારી ઈજા પહોંચાડી પોલીસે આ ફરિયાદના આધારે પ્રકાશભાઈ રામાભાઈ પટણી, સુજલભાઈ, ચિરાગભાઈ, કલાબેન અને ખુશીબેન વિરુદ્ધ રાયોટીંગ અને હુમલા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો.


