સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને LCBએ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો…

December 30, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને એલસીબીએ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો આરોપી પાસેથી ચાંદીના છત્તર અને રોકડ સહિત કુલ રૂ. 23,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પૂછપરછ દરમિયાન, તેણે અંબાજીના કુંભારીયાના અન્ય પાંચ શખ્સો પણ આ ચોરીઓમાં સામેલ હોવાની કબૂલાત કરી એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયાએ જણાવ્યું કે, પ્રાંતિજ તાલુકાના સલાલ અને પોગલું ગામના મંદિરોમાં તાજેતરમાં થયેલી ચોરી અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ આ દરમિયાન, એલસીબીને હિંમતનગર મુખ્ય બસ સ્ટેન્ડની ગલીમાંથી રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર.

The mastermind behind the temple theft in Sabarkantha has been arrested. | સાબરકાંઠામાં  મંદિર ચોરીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો: રૂ.23,950નો મુદ્દામાલ કબજે, પાંચ  સાગરીતો સામેલ ...

એક શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ અંગે બાતમી મળી બાતમીના આધારે, એલસીબીએ તપાસ કરી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રમેશ ઉર્ફે દિનેશ સરાફીયા નટ (રહે. કુંભારીયા, નટવાસ, અંબાજી) જણાવ્યું પોલીસે તેની અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી ચાંદીના 10 નંગ છત્તર મળી આવ્યા રમેશ નટે કબૂલ્યું કે તેણે અન્ય પાંચ વ્યક્તિઓ સાથે મળીને ચિઠોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચિતરીયા-પાલના ડુંગર પરના મંદિરનું તાળું તોડી દાનપેટીમાંથી રોકડ ચોરી કરી.

આ ઉપરાંત, આ છ જણાએ વડાલીના થેરાસણા ગામના મંદિરમાંથી પણ દાનપેટી તોડી રોકડની ચોરી કરી હોવાની કબૂલાત કરી એલસીબીએ મુખ્ય સૂત્રધાર પાસેથી રૂ. 20,000ના 10 ચાંદીના છત્તર, રૂ. 3,900 રોકડા અને એક બેટરી મળી કુલ રૂ. 23,950નો મુદ્દામાલ કબજે કર્યો વધુ તપાસ માટે આ સૂત્રધારને પ્રાંતિજ પોલીસને સોંપવામાં આવ્યો આ ગુનામાં સામેલ અન્ય ફરાર શખ્સોના નામ બાલીયા સરમનીયા નટ, ઈન્દ્રરાજ પ્રકાશભાઈ નટ, ભેરૂભાઈ ગોકળભાઈ નટ, વાઘેલાભાઈ રાધાકીશનભાઈ નટ અને અર્જુન ફતીયાભાઈ નટ (તમામ રહે. કુંભારીયા, નટવાસ, અંબાજી).

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0