ગરવી તાકાત બનાસકાંઠા : રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર ગુજરાતમાં ઘુસાડવામાં આવતો 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો રાજસ્થાન પોલીસે હરિયાણા પાસિંગના એક ટ્રકમાંથી આ દારૂ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી આ કાર્યવાહી માવલ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી પોલીસ કર્મચારીઓએ હરિયાણા પાસિંગના એક ટ્રકને રોક્યો.

તપાસ કરતાં તેમાંથી પંજાબ અને હરિયાણામાં બનેલા વિદેશી દારૂની 400 પેટીઓ મળી આવી પોલીસે ટ્રક જપ્ત કરીને તેમાં સવાર બે વ્યક્તિઓની અટકાયત કરી આરોપીઓની ઓળખ રાકેશ શેરસિંહ અને કિશનકુમાર રામકુમાર (બંને રહે. ફતેહાબાદ, હરિયાણા) તરીકે થઈ જપ્ત કરાયેલા 400 પેટી દારૂની બજાર કિંમત આશરે 40 લાખ રૂપિયા અંદાજવામાં આવી.
![]()
આબુરોડ રોક્કો થાણાધિકારી લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી જેમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી.


