થરાદ પોલીસે ઘંટીયાળી ગામે થયેલી ચકચારી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો …

December 20, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : થરાદ પોલીસે ઘંટીયાળી ગામે થયેલી ચકચારી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડી ₹2,61,250/- નો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી થરાદ વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરીયા અને થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી. પટેલના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી.

બનાસકાંઠા: ડાયરો યોજવા બદલ આયોજકની ધરપકડ, 12 સામે ફરિયાદ, PSI સહિત ત્રણ  પોલીસકર્મી સસ્પેન્ડ | બનાસકાંઠા - News18 ગુજરાતી

ગત 06/12/2025 ના રોજ ઘંટીયાળી ગામે એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં અજાણ્યો ચોર ફરિયાદીના ઘરમાંથી જુદા જુદા સોનાના દાગીના કુલ ₹2,61,250/- ની કિંમતના ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરીને ચોર ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીનું નામ જીતુભાઈ મોહનભાઈ ભાટીયા (ઉં.વ. 29, રહે. ઘંટીયાળી, તા. થરાદ) આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી. પટેલ, પો.સબ.ઇન્સ. સી.પી. ચૌધરી, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ, પો.કોન્સ્ટેબલ રામજીભાઈ ડંગરભાઈ અને પો.કોન્સ્ટેબલ પાંચાભાઈ નાનજીભાઈ સહિતના થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0