ગરવી તાકાત મહેસાણા : મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વિસનગર તાલુકાના ભાન્ડુ હાઈવે રોડ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે એક આઇશર ગાડીમાંથી ₹34.52 લાખની કિંમતનો દારૂ અને વાહન સહિત કુલ ₹44.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી પોલીસને બાતમી મળી કે પાલનપુર તરફથી એક આઇશર ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ઊંઝા અને મહેસાણા થઈને અમદાવાદ તરફ જઈ રહી.

આ બાતમીના આધારે, પોલીસે વિસનગર તાલુકાના ભાન્ડુ રોડ પર આવેલા જયવીર કોમ્પ્લેક્સ નજીક વોચ ગોઠવી વોચ દરમિયાન શંકાસ્પદ આઇશર ગાડી આવતા તેને રોકવામાં આવી પોલીસે ગાડીના ચાલક જશારામ ગીરધારીરામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) ને સ્થળ પરથી ઝડપી પાડ્યો આઇશરની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડના બિયર ટીન અને વિદેશી દારૂની કુલ 366 પેટીઓ મળી આવી જેમાં 9,552 બોટલ/ટીનનો સમાવેશ થાય આ દારૂની અંદાજિત કિંમત ₹34,52,952.

દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે ₹10 લાખની કિંમતનું આઇશર વાહન અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો આમ, કુલ ₹44,57,952 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના ઝાલોરના રહેવાસી માંગીલાલ ઉર્ફે મણીરાજ બિસ્નોઇએ ભરી આપ્યો પોલીસે ઝડપાયેલા ચાલક અને દારૂ ભરી આપનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


