ઈડર કોર્ટે સગર્ભા મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સાત વર્ષની સજા અને ₹25 હજારનો દંડ ફટકાર્યો…

December 11, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : આઠેક વર્ષ અગાઉ ખેરોજ પંથકમાં ઘર નજીક જંગલમાં હાજતે થઈ ગયેલ સગર્ભા મહિલાને પકડી લઈ દુષ્કર્મ આચરવા દરમિયાન ગર્ભમાંના આઠ માસના બાળકનું મોત નીપજવાના કિસ્સામાં ચાર્જશીટ રજૂ થયા બાદ લાંબા સમયે પકડાયેલ દાતા તાલુકાના જામરૂ ગામના દુષ્કર્મીની વિરુદ્ધ કેસ ચાલી જતાં ઈડરના એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે સાત વર્ષની સખત કેદ અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો.

Idar Golwada Herdsman Murder Court Verdict Life Imprisonment | ઇડરમાં  હત્યાના આરોપીઓને કોર્ટે સજા ફટકારી: ગોલવાડામાં ઢોર ચરાવતા માલધારીની હત્યા  કરનાર એક જ પરિવારના 6 ...

ખેરોજ પંથકમાં ઘર નજીક આવેલ જંગલમાં હાજતે ગયેલ મહિલાની પાછળ જઈ દાંતા તાલુકાના જામરૂ ગામના રણછોડ હાંકળા ખોખરીયા નામના શખ્સે મહિલાને પકડી લઈ મોઢામાં ડૂચો મારી હાથ પકડી રાખી દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો પોણા ચારેક વર્ષ બાદ વડાલી પોલીસે તા.18/12/20ના રોજ રણછોડ ખોખરીયાને વડાલીમાંથી પકડી ખેરોજ પોલીસને સોંપ્યો. દુષ્કર્મી પકડાઈ ગયા બાદ ઈડર એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા.

Ider Court Sentences Accused Rape Pregnant Woman 7 Years | સગર્ભા સાથે  દુષ્કર્મ કરનારને સાત વર્ષની સજા: ઈડર કોર્ટે આરોપીને ₹25 હજારનો દંડ ફટકાર્યો  - sabarkantha (Himatnagar) News ...

એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર નિકેશ.એન.બારોટે રજૂ કરેલ સંયોગિક પુરાવા ભોગ બનનારનું નિવેદન આઈઓનું નિવેદન વગેરે રજુ કરી ગર્ભમાંના બાળકનું મૃત્યુ નીપજાવ્યાનું પુરવાર થતું હોય સમાજમાં દાખલો બેસાડવો જરૂરી હોવાથી કડક સજા માટે કરેલ દલીલોને નજર સમક્ષ રાખી ઈડરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એસ.હિરપરાએ રણછોડ હાંકળા ખોખરીયાને 7 વર્ષની સખત કેદની સજા સંભળાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0