ગરવી તાકાત બનાસકાંઠા : હડાદ પોલીસે તાજેતરમાં જેલાણા ગામમાં બનેલા હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો પોલીસે પત્નીની હત્યા કરવાના આરોપસર પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ઘટના 7 ડિસેમ્બર, 2025ના રોજ બની ખેડબ્રહ્માના ધરોઈ ગામના રહેવાસી શામળભાઈ સાયબાભાઈ તરાલે ફરિયાદ નોંધાવી કે આરોપી પોતાની પત્ની નિરૂબેન સાથે અવારનવાર ઝઘડા કરતો અને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો.

ફરિયાદ મુજબ, 7 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 8 વાગ્યે આરોપીએ પોતાની પત્ની નિરૂબેન સાથે ઝઘડો કરીને તેણીને શરીરના અને પેટના ભાગે ગડદાપાટુનો માર માર્યો આ ગંભીર ઈજાઓને કારણે નિરૂબેનનું મોત નીપજ્યું અને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો આ અંગે હડાદ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 85, 103(1) હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો.
![]()
હડાદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ હત્યારાને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી આ ટીમોએ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને સ્થાનિક ગુપ્ત માહિતીના આધારે તપાસ ચલાવી તપાસ દરમિયાન, હડાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. દેસાઈને ખાનગી અને ભરોસાપાત્ર માહિતી મળી આ માહિતીના આધારે પોલીસે જેલાણા ગામના રહેવાસી રાજુભાઈ તેજાભાઈ ડાભીની ધરપકડ કરી અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.


