ગરવી તાકાત પાટણ : પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે આજે સવારે ટર્બો વાહન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ટર્બો વાહન રિવર્સ લઈ રહ્યું ત્યારે પાછળથી આવતું બાઈક ટર્બોમાં ઘૂસી ગયું.
આ ટક્કરના કારણે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા એક વ્યક્તિના હાથ અને પગ પર ટર્બોનું ટાયર ફરી વળતાં તેને ગંભીર ઈજા થઈ જ્યારે અન્ય વ્યક્તિને પણ શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી. ઘટના બનતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા 108 ઇમરજન્સી સેવાને જાણ કરાતા.

એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ધારપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ અકસ્માતના પગલે સિદ્ધપુર ચાર રસ્તા પર થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ અને લોકોના ટોળા એકઠા થયા પોલીસે અકસ્માતની જાણ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


