-> સાફસફાઈ અને રિપેરિંગ વગર કેનાલો પાણી છોડાતાં ખેતીપાકોને નુકશાન..ટકાવારી ની લાહ્યમાં અધિકારીઓના આંખ આડા કાન..કોન્ટ્રાકટરો માલા માલ પણ ખેડૂતો પાયમાલ થાય એનું જવાબદાર કોણ :
ગરવી તાકાત બનાસકાંઠા : ગુજરાતની અસ્મિતા દ્વારા છેલ્લા દસ દિવસથી સરહદી સૂઇગામ તાલુકામાંથી પસાર થતી વેજપુર બ્રાન્ચ કેનાલ માંથી નીકળતી ડ્રિસ્ટ્રી,માઇનોર કેનાલોમાં રીપેરીંગ સાફ સફાઇ જંગલ કટિંગ માં મોટા પ્રમાણ માં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટ્રાચાર કરતા હોવાના ખેડૂતોના આક્ષેપના પગલે સમાચારો પ્રકાશિત કર્યા છે, છતાં નર્મદા નિગમના જવાબદાર ડે,ઇજનેર મકવાણા સાહેબ દ્વારા જ્યાં ત્યાં કેનાલોની સાફ સફાઈ કર્યા સિવાય પાણી છોડાતાં ખેડૂતોને નુકશાન થયું એ સ્થળોની મુલાકાત લઈ ખેડૂતોને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી નુકશાન થયું હોઈ કોઈ નુકશાન વળતર માટે સાંત્વના પણ આપી હોય એવું જાણ્યું નથી, કોન્ટેક્ટરો પર જાણે ચારેય હાથ માથે હોય તેવી રીતે મનફાવે તેમ કામગીરી કરીને માત્ર ફોટા સેશન જ્યાં થોડી માત્રામાં કામ કર્યું હોય.

અને ઉચ્ચ અધિકારીઓ બતાવાવ માટે થોડાક અંતર માં વ્યવસ્થિત કામગીરી કરીને માત્ર ઓફિસમાં બેઠા બેઠા ટકાવારી લઇને બિલ પાસ કરી દેતા હોય તેવા ખેડૂતોના આક્ષેપ થઇ રયા છે ત્યારે એક ભાજપના આગેવાને સોશિયલ મીડિયામાં કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે નર્મદા વિભાગના અધિકારીઓની કોન્ટ્રાકટર સાથેની મીલીભગતથી ખેડૂતો પાયમાલ થઇ રહયા છે, કેટલીયે કેનાલોમાં સાફ, સફાઇ રીપેરીંગ,જંગલ કટીંગ જેવા કામો હજુ સુધી થયા ન હોય અને કેનાલમાં પાણી છોડી દે છે ત્યારે કેનાલો તૂટેલી પડી હોય ત્યાંથી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં શિયાળુ પાક ઉગે તે પહેલાં નષ્ટ થઈ જાય છે નર્મદા વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત ધરાવતા હોઈ. અને તાનાશાહી હોય જેથી ખેડૂતોને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તેમના પ્રશ્નો લઇ જવા પડે છે,

એ ભારતીય જનતા પાર્ટીના પદા અધિકારીઓ અને કાર્યકર ખેડૂતોની ચિંતાનો વિષય છે,એવું સોશિયલ મીડિયા માં બળાપો કાઢ્યો હતો ત્યારે ગુજરાતની અસ્મિતા દૈનિક અખબાર ખેડૂતોની વેદના સમજીને છેલ્લા કેટલાક દિવસોથી અહેવાલો પ્રસિધ્ધ કરી રહ્યું છે પણ ડે ઇજનેર મકવાણા સાહેબ ને તો જાણે કોઇપણ જાતનો ડર ન હોય અને પોતાની મનમાની ચલાવતા હોય જેથી કરીને કોન્ટ્રાકટર ને મનફાવે તેમ કામગીરી કરવાનો પરવાનો મળી ગયો હોવાના ખેડૂતો આક્ષેપ લગાવી રયા છે ત્યારે જોવાનું એ રહ્યું કે શિયાળુ સિઝનમાં પાણી માટે રાહ જોતા ખેડૂતો ને સમયસર પાણી મળી રહે તે માટે સરકારના ટેન્ડર મુજબ દરેક કેનાલોની વ્યવસ્થિત સાફ સફાઈ રિપેરિંગ થશે કે પછી આખી સિઝન કેનાલો તૂટવાના કારણે ખેડૂતો પાયમાલ થતા રહેશે.એ જોવાનું રહ્યું…


