ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના બાલીસણા વિસ્તારમાં એક મહિલા સાથે બ્લેકમેલિંગ અને લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો ઇન્સ્ટાગ્રામ દ્વારા ઓળખાણ કેળવી બે આરોપીઓએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી તેનો વીડિયો બનાવ્યો આ વીડિયોના આધારે ધમકી આપી કુલ ₹27.25 લાખની છેતરપિંડી આચરવામાં આવી આ ઘટના 31 ઓગસ્ટ 2024 થી 24 સપ્ટેમ્બર 2025 દરમિયાન બની બાલીસણા વિસ્તારની એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પરેશ બેચરભાઈ પટેલ (રહે. મોરડ, ધામડી ગડૂ, સાબરકાંઠા) અને ઝાકીરહુસેન અબુબકર મેમણ (રહે. મેમણ કોલોની, વડાલી, સાબરકાંઠા) નામના બે આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ દ્વારા ફરિયાદી સાથે સંપર્ક કર્યો.
![]()
ત્યારબાદ,આરોપીઓએ મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા અને ગુપ્ત રીતે તેનો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો આ વીડિયોનો ઉપયોગ કરીને આરોપીઓએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું શરૂઆતમાં, આરોપીઓએ પોતાની માતાની દવાના બહાને ખોટો વિશ્વાસ આપી મહિલા પાસેથી પૈસા લીધા બાદમાં, વીડિયો અન્ય વ્યક્તિઓને શેર કરવાની ધમકી આપીને વધુ પૈસા પડાવ્યા આ ઉપરાંત, આરોપીઓએ મહિલાને બે કરોડ રૂપિયાની બેંક લોન મંજૂર કરાવીને તે પરત આપવાની ખોટી ખાતરી આપી જો વધુ પૈસા ન આપવામાં આવે તો મહિલાના પતિની દુકાને જઈને તેમને મારવાની ધમકી પણ આપી એટલું જ નહીં, ફરિયાદીની દીકરીને કેનેડાથી પાછી લાવી દેવાની ધમકી પણ આપવામાં આવી.
આરોપીઓએ મહિલા પાસેથી લીધેલા ચેકના કેસમાં બે વર્ષની સજા કરાવવાની અને જામીન ન મળે તેવી ધમકીઓ પણ આપી તેઓએ ફરિયાદી સાથે બિભત્સ ભાષાનો પ્રયોગ કરી,ડરાવી-ધમકાવીને અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા જ્યારે મહિલાએ પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ ઇનકાર કરીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો આ રીતે, આરોપીઓએ કુલ ₹27,25,000ની છેતરપિંડી આચરી આ બનાવ અંગે બાલીસણા પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(m), 79, 316(2), 318(4), 308(2), 3(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


