ગરવી તાકાત અરવલ્લી : શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી એક વેન્યૂ કારમાંથી ₹1 કરોડ 5 લાખ રોકડા ઝડપી પાડ્યા કપડાંની થેલીમાં ₹500ના દરની કુલ 21,000 નોટો સંતાડી આ મામલે પોલીસે ડુંગરપુરના એક આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શામળાજી પોલીસ અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી તે દરમિયાન એક વાદળી રંગની શંકાસ્પદ કારને રોકવામાં આવી પોલીસે કારની તલાશી લેતા તેના આગળના બોનેટમાં કપડાંની થેલીમાં છુપાવેલી ₹500ના દરની કુલ 21,000 નોટો મળી આવી.

પોલીસે રોકડ રકમ અંગે પૂછપરછ કરતા આરોપી કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યો ન જેથી પોલીસે ₹1 કરોડ 5 લાખ રોકડા અને આરોપીની ધરપકડ કરી આ રોકડ ક્યાંથી આવી અને ક્યાં લઈ જવામાં આવી રહી તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી.


