ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCBએ થરા-શિહોરી હાઈવે પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે એક આઈસર ટ્રકમાંથી કુલ રૂ. 8.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર, LCB ટીમે ઓગડ નજીક થરા-શિહોરી હાઈવે પરથી પસાર થઈ રહેલા એક આઈસર ટ્રકને રોક્યો.
![]()
ટ્રકની તલાશી લેતા તેમાંથી રૂ. 2.85 લાખની કિંમતની ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવી આ ઉપરાંત, પોલીસે રૂ. 6 લાખની કિંમતનો આઈસર ટ્રક અને રૂ. 10,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો આ મામલે વડગામના મજાદર ગામના રહેવાસી વિનોદ નાથાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી,

જે આઈસર ટ્રકમાં ચાઈનીઝ દોરીની હેરાફેરી કરી રહ્યો બનાસકાંઠા LCBએ વિનોદ સોલંકી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પોલીસ આ ચાઈનીઝ દોરી ક્યાંથી લાવવામાં આવી અને ક્યાં લઈ જવામાં આવી રહી તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી.


