ગરવી તાકાત સાબરકાંઠા : કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે હિંમતનગરની મુલાકાત લેશે. હિંમતનગરના નેશનલ હાઈવે-48 પર ટ્રાફિકના ભારણને ઘટાડવા અને રોડના વિસ્તરણની સંભાવનાઓનું નિરીક્ષણ કરશે સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું હિંમતનગરના સહકારી જીનથી મોતીપુરા જીઆઈડીસી સુધીના આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર વધુ રહે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય.
![]()
આ સમસ્યાના નિવારણ માટે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અનેક રજૂઆતો કરી આ રજૂઆતોના પ્રતિસાદ રૂપે આ ઉચ્ચસ્તરીય મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું બુધવારે બપોર બાદ લગભગ 3 વાગ્યાની આસપાસ મંત્રી ગડકરી અને મુખ્યમંત્રી પટેલ સહકારી જીનથી જીઆઈડીસી સુધીના રોડનું નિરીક્ષણ કરશે યોજના મુજબ, આ રોડની પહોળાઈ અંદાજે 10 મીટર સુધી વધારવામાં આવી શકે.

કેન્દ્રીય પરિવહન મંત્રીની સૂચિત મુલાકાતને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો આ ઉપરાંત, પ્રાંતિજ તાલુકાના રસુલપુર ખાતે તાજેતરમાં ઓવરબ્રિજ બનાવવાની માંગ સ્વીકારાઈ હોવાથી ગામના અને જિલ્લાના અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવાનું પણ આયોજન કરાયું જોકે, તેઓ હિંમતનગર કેવી રીતે પહોંચશે તે અંગેની કોઈ ચોક્કસ માહિતી હજુ ઉપલબ્ધ નથી.



