ગરવી તાકાત બનાસકાંઠા : થરાદ પોલીસે બે અલગ-અલગ કાર્યવાહીમાં કુલ રૂ. 23.87 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આ દરોડામાં ખોટી નંબર પ્લેટવાળા બે વાહનો જપ્ત કરવામાં આવ્યા અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી પ્રથમ બનાવ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગડસીસર ગામે બન્યો ચોક્કસ બાતમીના આધારે પોલીસે GJ18EF9998 નંબર પ્લેટવાળી ક્રેટા ગાડીને રોકી જેની અસલી નંબર પ્લેટ GJ18EC6378 ગાડીમાંથી રૂ. 5,09,561/-ની કિંમતની 2162 વિદેશી દારૂની બોટલો મળી આવી પોલીસે દારૂ, ક્રેટા ગાડી અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 15,19,561/-નો મુદ્દામાલ જપ્ત કર્યો.

આ કેસમાં પોલીસે અમરારામ તગારામ કાસબારામ અને નેનારામ જેઠારામ કુંભારામ નામના બે ઈસમોની ધરપકડ કરી જ્યારે સાંવરારામ ભારમલરામ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો બીજી કાર્યવાહી થરાદ પોલીસ સ્ટેશનની ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી રાજસ્થાન તરફથી આવી રહેલી GJ27TT4742 નંબર પ્લેટવાળી પીકઅપ ડાલા ગાડીને રોકવામાં આવી,

જેની અસલી નંબર પ્લેટ MH 13DQ2114 પીકઅપ ડાલામાં બનાવેલા ચોરખાનામાંથી રૂ. 3,62,680/-ની કિંમતના 1117 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા પોલીસે દારૂનો જથ્થો, પીકઅપ ડાલું અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 8,67,680/-નો મુદ્દામાલ જપ્ત કર્યો આ કેસમાં પોલીસે સતારામ આસુરામ લીખમારામ નામના એક આરોપીની ધરપકડ કરી દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા આ બંને બનાવો અંગે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી.


