કડીમાં SIRની કામગીરી શરૂ,લોકોના ઘરે ઘરે પહોંચ્યા BLO :- તાલુકામાં 294 BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાયા…

November 12, 2025

-> કડી તાલુકામાં સૌથી વધુ મતદાર યાદી વેરીફીકેશન 81.38 ની કામગીરી જોવા મળી :

ગરવી તાકાત મહેસાણા :ચૂંટણી પંચ દ્વારા 4 નવેમ્બરથી ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર યાદી સંશોધન SIR ની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં ગુજરાત નો પણ સમાવેશ થયો છે. ગુજરાતની મતદાર યાદી ને શુધ્ધ કરવા માટે બુથ લેવલ ઓફિસર લોકોના ઘરે ઘરે પહોંચ્યા લાગ્યા છે.અને લોકોને ગણતરી ફોર્મ આપીને મતદારોની ચકાસણી કરવાની શરુઆત થઈ ગઈ છે. BLO 4 ડિસેમ્બર સુધીમાં 3 વખત તમારા ઘરે મતદાર યાદીની ચકાસણી કરવામાં માટે આવશે . જોકે આ કામગીરી માં BLO પોતાની શિક્ષણ ની ફરજ નિભાવવાની સાથે આ ચૂંટણી પંચ ની પણ ફરજ ખુબજ સારી રીતે નિભાવી રહ્યા છે. બી.એલ.ઓ.ને 1200થી 1400 જેટલાં ફોર્મ વિતરણ કરવાના હોય તેઓ આ કામગીરી ત્રણ દિવસમાં પુરી કરી શક્ય નથી. અને હજુ પણ ફોર્મ વિતરણની કામગીરી ચાલુ છે. સ્થાનિક મતદાર જણાવ્યા અનુસાર 2002ની મતદારયાદીમાં નામ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે, બી.એલ.ઓ. દ્વારા મદદ કરવામાં આવે છે. પરંતુ મારા જેવા તો કેટલાય લોકો હોય બધાની પાસે બી.એલ.ઓ. કેવી રીતે પહોંચશે?

બી.એલ.ઓ. દ્વારા સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી રહી છે. જયાં 1400 કરતાં વધારે ફોર્મ વિતરણ કરવાના છે તેવા બી.એલ.ઓ.ના જણાવ્યાં અનુસાર ફોર્મ વિતરણની કામગીરી ત્રણ દિવસમાં શકય નથી. કારણ કે જયારે જઇએ ત્યારે મતદારો ઘરે હાજર હોય પણ ખરા અને ન પણ હોય. આથી ખાલી ફોર્મ વિતરણ કરવામાં જ દસ દિવસનો સમય લાગી શકે છે. જયાં 1400 કરતાં વધારે મતદારો હોય ત્યાં ઓછામાં ઓછા બે બી.એલ.ઓ. મુકવા જોઇએ. તો અન્ય બી.એલ.ઓ.એ જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં કેટલાંક મકાનોને મકાન નંબર નથી જોકે, મોટાભાગના મકાનો ઉપર નંબર છે પરંતુ જે મકાનમાં નંબર નથી ત્યાં કઇ રીતે પહોંચવું તેમાં વધારે સમય જાય છે. તો સરની કામગીરીને લઇને મતદારોમાં પણ અનેક મુંઝવણ છે. મહિલા બી. એલ. ઓ ની સાથે સાથે તેમના પતિઓ પણ સાથે જોડાઇ ને કામગીરી પુર્ણ કરવા માટે મહિલા બી. એલ. ઓ સહિત રાત્રી ના 11 વાગ્યા સુધી કામગીરી માં જોડાઈ રહેલા છે. મહિલા બી.એલ.ઓ ના પતિ પણ ફોર્મ વિતરણ ની મદદ માટે સાથે સાથે જોડાયા

*ગુજરાતના દરેક મતદારની ચકાસણી થવાની છે, ત્યારે BLO તમારા ઘરે આવીને શું કરશે અને તમારે શું ધ્યાન રાખવું પડશે, તેની વાત કરીએ તો*
*તમારા ઘરે આવેલા BLOને સહકાર આપજો
*BLO ગણતરી ફોર્મ આપે તેને ધ્યાનથી વાંચવુ
*ફોર્મમાં તમારી વિગતો સાચી છે કે નહીં તપાસો
*ફોર્મમાં વિગત ખોટી હોય તો BLOનું ધ્યાન દોરો
*BLO માંગે તે દસ્તાવેજ ચકાસવા આપજો
*ફોર્મમાં તમારે ભરવાની વિગતો ધ્યાનથી ભરજો
*ફોર્મ ભર્યા પછી BLO પાસેથી રસીદ અચૂક લેજો
*BLOએ આપેલી રસીદ સાચવીને રાખજો

-> બુથ લેવલ ઓફિસર ની શું કામગિરી રહેશે? :- SIR હેઠળના બુથ લેવલ ઓફિસર્સ (BLOs) તેમના સંબંધિત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને મતદારોને ફોર્મ વિતરીત કરશે. BLO દરેક ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેશે. તે મૃત અથવા સ્થાનાંતરિત થયેલા મતદાતાઓની પણ ઓળખ કરશે. BLOનું કામ નવા મતદારો પાસેથી ફોર્મ 6 અને ડિક્લેરેશન ફોર્મ એકઠું કરવાનું, ઓનલાઈન ડેટા લિંક કરવામાં સહાય કરવાનું રહેશે.

-> કડી માં આવેલ સોસાયટી ના પ્રમુખ અને મંત્રીઓ સાથ અને સહકાર આપવા વિનંતી :- બી. એલ. ઓ :- કડી શહેર માં વિકાસ ની દ્રષ્ટિ એ ખૂબ જ આગળ વધી રહ્યો છે અને આજુ બાજુ ના ગામડા ના લોકો પણ સ્થળાંતર કરી ને કડી માં રહેવા માટે અનેક સોસાયટી માં આવેલ છે. પરંતું ચૂંટણી કાર્ડ હજુ સુધી કોઈ અરજદારે એડ્રેસ કે અન્ય વિગતો સુધારો નથી કરાવ્યો જેના કારણે અનેક બી. એલ. ઓ ને શોધવામાં તકલીફ પડી રહી છે. અને સોસાયટી ના પ્રમુખ કે મંત્રી અમુક સોસાયટી માં બી. એલ. ઓ ને જવાબ પણ સરખા નથી મળતા તો બીજી અન્ય સોસાયટી માં પ્રમુખ અને મંત્રી ઓ સાથે મળી ને બી. એલ. ઓ ને મદદ રૂપ થવા માટે આગળ આવી રહ્યા છે. બી. એલ ઓ તમારા સોસાયટી માં આવે તો એમને સાથ અને સહકાર આપવો એ પણ પોતાની ફરજ નિભાવવા માટે રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0