-> મહોત્સવ ગરીમાપૂર્ણ યોજાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે દ્રિ દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે દ્રિ દિવસીય શાસ્ત્રીય સંગીતનો તાના-રીરી મહોત્સવ આગામી તા. 22 અને 23 નવેમ્બરના રોજ વડનગર ખાતે યોજાશે. આ મહોત્સવ ગરીમાપૂર્ણ યોજાય તે માટે જિલ્લા કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આજરોજ બેઠક યોજવામાં આવી હતી.

જેમાં મહોત્સવની તૈયારી સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવના આયોજન સંદર્ભે વિવિધ વ્યવસ્થાઓ, સુરક્ષા, સલામતી, સ્ટેજ વ્યવસ્થા, વિદ્યુત વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, એવોર્ડી કલાકારોનું ગરીમાપુર્ણ સન્માન સહિતની વિવિધ વ્યવસ્થાઓ.

સંદર્ભે ખાસ આયોજન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના સભ્ય સચિવ શ્રી આઈ.આર. વાળા, નિવાસી અધિક કલેકટરશ્રી જશવંત કે. જેગોડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી હર્ષનિધિ શાહ સહિત સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


