પાટણ શહેરના નિવૃત્ત સરકારી શિક્ષક સાથે સાયબર ગઠિયાઓએ રૂ. 44 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી…

September 26, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરના એક નિવૃત્ત સરકારી શિક્ષક સાથે સાયબર ગઠિયાઓએ બાળ અંગોની લે-વેચ અને કાળા નાણાંની હેરફેરના ખોટા બહાના હેઠળ રૂ. 44 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરી આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. ફરિયાદી વીરાભાઈ ઈશ્વરભાઈ પરષોતમદાસ પટેલ સેવા નિવૃત્ત સરકારી શિક્ષક. તેમને તારીખ 03-09-2025 થી 24-09-2025 દરમિયાન વિદેશી મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો. કોલ કરનારે ફરિયાદીને જણાવ્યું કે, તેમનું નામ કાળા નાણાં અને બાળકોના અંગોની લે-વેચના કેસમાં સંડોવાયેલું ગઠિયાઓએ દિલ્હી પોલીસના બલરામકુમાર હોવાનો ઢોંગ રચીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા.

ત્યારબાદ, કોન્ફરન્સ કોલ દ્વારા અલગ-અલગ પોલીસ અધિકારીઓ, જેમાં CBI/IPS અધિકારી સુનીલકુમાર ગૌતમ અને ટીમ લીડર પ્રદીપનો સમાવેશ થાય તેમના હોદ્દાઓ ધારણ કરીને વાતચીત કરી આરોપીઓએ ફરિયાદીને તેમના નામે ICICI બેંકમાં ₹6.8 કરોડનું ફ્રોડ થયાનું અને તેમને ડિજિટલ એરેસ્ટ હેઠળ મૂકવામાં આવ્યા હોવાનું કહી ડરાવ્યા. આરોપીઓએ અલગ અલગ મોબાઈલ નંબર પરથી વારંવાર કોલ કરીને, પોલીસ અધિકારી તરીકેનો વિશ્વાસ અપાવી, ડરાવી-ધમકાવીને ફરિયાદી પાસેથી નાણાંની માંગણી કરી.

Cyber Fraud: Success of State Cyber Crime Cell, recovery of Rs. 108 crore  in 1 year | Gujarat News | Sandesh

ફરિયાદી અને તેમના પત્નીની તમામ FD તોડાવી, તે રકમ ‘વેરીફિકેશન’ માટે RBIમાં મોકલવાની છે તેમ જણાવ્યું પોસ્ટ ઓફિસ અને અન્ય બેંકોની બધી FD તોડાવી, તે નાણાં ફરિયાદીના બેન્કના ખાતામાં જમા કરાવ્યા. ફરિયાદી અને તેમના પત્નીના બેન્કના ખાતામાંથી કુલ ₹44,00,000/-ની રકમ ચેક દ્વારા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી છેતરપિંડી આચરવા માટે આરોપીઓએ ખોટું RBIનું સર્ટીફિકેટ પણ મોકલ્યું. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકે, આરોપીઓ વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0