ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાની વડાલી પોલીસે 255 મીટર ચોરીના કેબલ વાયર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અંગે વડાલી પોલીસ સ્ટેશનના PI ડી.વી. પઢેરિયાએ જણાવ્યું કે, પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી.

બાતમી મુજબ, વડાલી તાલુકા અને આસપાસના ગામડાઓમાં ખેડૂતોના ખેતરોમાંથી રાત્રિના સમયે કેબલ વાયર ચોરી કરતો નરેશભાઈ સેનાભાઈ મોતીભાઈ ઠાકોર એક કોથળામાં કેબલ વાયર લઈને ઘંટોડી ગામ તરફ આવી રહ્યો. આ બાતમીના આધારે પોલીસે ખાનગી ડ્રેસમાં ગોઠવાઈને.
![]()
ઘંટોડી ગામ તરફ આવતા આરોપી નરેશ ઠાકોરને કોર્ડન કરીને કેબલ વાયરના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા, આરોપીએ વડાલી પોલીસ સ્ટેશનના અનડિટેક્ટેડ કેબલ ચોરીના ચાર ગુનાઓની કબૂલાત કરી. પોલીસે આરોપી પાસેથી 255 મીટર કેબલ વાયર કબ્જે કર્યો જેની અંદાજિત કિંમત રૂ. 12,750/- આરોપીનું નામ નરેશભાઈ સેનાભાઈ મોતીભાઈ ઠાકોર.


