સાબરડેરીમાં સાબરદાણના ભાવમાં 50 રૂપિયાનો કર્યો ઘટાડો 65 કિલોની બોરી હવે 1550 રૂપિયામાં મળશે…

July 2, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોના હિતમાં સાબરડેરીના નિયામક મંડળે સાબરદાણના ભાવમાં રૂ 50નો ઘટાડો કરવાનો નિર્ણય આજે લીધા બાદ તેનો અમલ આવતીકાલથી થશે જે મુજબ 65 કીલો સાબરદાણ બોરીનો અગાઉનો ભાવ રૂ.1600 હતો જે હવે પછી ઘટીને રૂ.1550 કરવાનું નક્કી કરાયું. સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, એમડી સુભાષ પટેલ, નિયામક મંડળના ર્ડા.વિપુલ પટેલ, મણીભાઈ પટેલ સહિત નિયામક મંડળની ઉપસ્થિતિમાં યોજાયેલી બોર્ડ મીટીંગમાં દૂધ ઉત્પાદકોને ફાયદો થાય અને રોજબરોજ પશુઓને ખવડાવવામાં આવતા સાબરદાણના ભાવની સમીક્ષા કરવામાં આવી.

સાબર ડેરીએ અપૂરતો ભાવફેર આપ્યાના આક્ષેપ સાથે MLAની આગેવાનીમાં હોબાળો

જેમાં સાબરદાણના પ્રતિ 65 કિલોનો ભાવ રૂ.1600 હતો, તેમાં રૂ.50 નો ઘટાડો કરવા અંગે ચર્ચા કરાયા બાદ નિયામક મંડળની ઉપસ્થિતિમાં જાહેરાત કરાઈ. નવા ઘટાડેલા ભાવનો અમલ કરવાનો નિર્ણય કર્યો હોવાનું સાબરડેરીના ચેરમેને વાતચીતમાં જણાવ્યું દરમ્યાન સાબરડેરી સંચાલિત હાજીપુર પાસેના સાબરદાણ પ્લાન્ટમાં દૈનિક અંદાજે 15 હજારથી 20 હજાર ટન સાબરદાણનું ઉત્પાદન કરાય જોકે આ નવીન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા અંદાજે 30 હજાર ટન દૈનિક હોવાથી ભવિષ્યમાં સાબરદાણની માંગમાં વધારો થાય તો.

પણ અન્ય સ્થળેથી દાણ મંગાવવાની નોબત નહીં આવે તે આશયથી જ અગાઉથી જ પ્લાન્ટની ક્ષમતા વધારી દેવા માટે જરૂરી મશીનરી ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અંદાજે 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને આ ભાવ ઘટાડાને કારણે રોજનો રૂ 8 લાખ,માસિક રૂ 2.50 કરોડ વાર્ષિક રૂ.30 કરોડનો ફાયદો થશે તેવો દાવો કરાયો હતો. જોકે ગામડાઓમાં રહેતા પશુપાલકો અને દૂધ ઉત્પાદકો પણ પોતાના પશુઓને નિયમિત રીતે સાબરદાણ ખવડાવતા હોવાને કારણે આ પશુઓ સાબરદાણ જ ખાય છે

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0