પાલનપુરમાં ભગવાન જગન્નાથની 54મી રથયાત્રા: ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા

June 27, 2025

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રા નીકળી મોટા રામજી મંદિરથી પ્રારંભ થયેલી આ રથયાત્રા શહેરના 18 કિલોમીટરના માર્ગ પર પરિક્રમા કરશે શ્રીરામ સેવા સમિતિ અને હિંદુ સંગઠનો દ્વારા આયોજિત આ રથયાત્રા ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાઈ રથયાત્રામાં એક હાથી,

ત્રણ સિંહાસન બગી તેમજ અખાડાઓના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા શ્રીરામ સેવા સમિતિ દ્વારા 1200 કિલો મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો દર્શનાર્થીઓને આ પ્રસાદ વહેંચવામાં આવી સુરક્ષા વ્યવસ્થા માટે 5 પીઆઇ, 12 પીએસઆઇ અને 450થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા રથયાત્રા બપોરે જોહનારા બાગ વિસ્તારમાં બ્રહ્મર્ષિ હોલ ખાતે વિસામો કરશે.

શહેરના જાહેર માર્ગો “કૃષ્ણ કનૈયા લાલ કી જય” અને “જય રણછોડ માખણ ચોર”ના નાદથી ગુંજી રહ્યા છે. માર્ગ પર ઠેર-ઠેર ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોડી સાંજે ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફરશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0