પાટણ જિલ્લામાં 550 ગુનેગારોની યાદી તૈયાર કરાઇ, સ્કોર્પિયો માંથી છરી સાથે એક યુવક પકડાયો

March 18, 2025

પાટણ જિલ્લામાં 550 ગુનેગારોની યાદી તૈયાર કરાઇ, સ્કોર્પિયો માંથી છરી સાથે એક યુવક પકડાયો

રાજ્યમાં ગુંડા તત્વો સામે કાર્યવાહી માટે સૂચના અપાઈ છે. પાટણ જિલ્લામાં ખંડણી, વ્યાજખોરી, ખનીજ ચોરી, દારૂ, જુગાર, મિલકત અને મારામારીના બેથી વધુ ગુના નોંધાયેલા 550 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી છે. આ યાદી હજુ અપડેટ થઈ રહી છે.બાદમાં તેમની સામે અટકાયતી પગલા સહિતની કાર્યવાહી થઈ શકે છે. જેમાં આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો હશે તો તે દૂર કરવા માટે પોલીસ અને સ્થાનિક તંત્ર સાથે મળીને કાર્યવાહી થશે. ખોટી રીતે લીધેલા વીજ જોડાણો દૂર કરાશે. આ ગુનેગારોની યાદી ડીજીપી કક્ષાએ મોકલાશે.

જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ જણાવ્યું કે પાટણ જિલ્લામાંથી 550 આરોપીઓની યાદી તૈયાર થઈ ગઈ છે. તે હજુ અપડેટ થશે બાદ ડીજીપી કક્ષાએ મોકલાશે. ગેરકાયદેસર બાંધકામ અને ખોટા વીજ જોડાણો દૂર કરવા માટે પણ કાર્યવાહી થશે.

પોલીસે ગુંડા તત્વો સામે ચેકિંગ શરૂ કર્યું છે. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની 50 જેટલા માણસો એ સુદામા ચોકડી અને નવજીવન ચોકડી પર ચેકિંગ કર્યું હતું. જેમાં ગાડીઓમાં કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ દૂર કરાવી હતી સાથે વાહનોમાં હથીયાર મામલે પણ તપાસ કરી હતી. જેમાં એસ.ઓ.જી પોલીસે ટીબી ત્રણ રસ્તા પાસેથી કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડીમાંથી છરી સાથે યુવકને પકડી પાડ્યો હતો. યુવક રેતી નો પ્લાન્ટ ચલાવે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0