*માણસ ફક્ત તેના કાર્યોનો હિસાબ રાખી શકે છે પરંતુ તેના પરિણામો જાહેર કરી શકતો નથી કારણ કે તે અધિકાર ફક્ત આ પ્રકૃતિ પાસે જ અનામત છે.*

March 12, 2025
ગરવી તાકાત. થરા
સીઈબીએસસી, ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ લગભગ પુરી થઈ રહી છે બીજી બાજુ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે પાણી અને વૃક્ષોનું મહત્વ સમજમાં આવી રહ્યું છે પણ તેને  બચાવવા પ્રયત્ન થતો નથી જે બાબતે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે.હોળી ધૂળેટીના તહેવાર સાથે રમજાન માસ પણ ચાલે છે તો સૌ જળ વૃક્ષના જતનનો સંકલ્પ કરીએ.આપણે ભગવદ્ ગીતાના એક એક અધ્યાયમાં જીવન જીવવાની કળા છે. તેમાં કહયું છે કે જે ઉપયોગી છે તે પણ મૂલ્યવાન છે, આ કુદરતનો સનાતન નિયમ છે.જો તમારું જીવન કેરી જેવા મીઠા ફળ વહેંચવાનું હોય તો દરેક વ્યક્તિ તમારી સેવા કરવા અને રક્ષણ કરવા તત્પર રહેશે અને જો તમારું જીવન બીજાને બાવળની જેમ પીવડાવવાનું હોય તો દરેક તમારી અવગણના કરશે.
જે પોતાના માટે જીવે છે તેના પર કોઈ ધ્યાન આપતું નથી,પરંતુ જ્યારે તમે બીજા માટે જીવતા શીખો છો ત્યારે તેઓ પણ તમારા માટે જીવવા લાગે છે.વૃક્ષો ત્યારે જ આપણને ફળ આપી શકે છે જ્યારે આપણે તેમની યોગ્ય કાળજી લઈએ, તેમને ખાતર, પાણી સમયાંતરે આપીએ અને તેમની યોગ્ય કાળજી લઈએ.
એ જ રીતે સમાજમાં પણ જ્યાં સુધી આપણું જીવન દાન અને પરોપકારમાં વ્યસ્ત રહેશે ત્યાં સુધી આપણી પ્રતિષ્ઠા અકબંધ રહેશે અને આપણી ઉપયોગીતા પણ જળવાઈ રહેશે.દાન કરવાથી જ પ્રતિષ્ઠા વધે છે.તમે બીજા માટે સારું વિચારો,તમે બીજા માટે જીવતા શીખો, હજારો લાખો હોઠ દરરોજ તમારા માટે પ્રાર્થના કરવા આતુર હશે.ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ પુરી થઈ શાળાકીય અને કોલેજ કક્ષાની પરીક્ષાઓ હવે શરૂ થશે ત્યારે વાંચન કયાં આ એક પ્રશ્ર્ન આપણા સૌના હ્રદય મનમાં સળવળાટ કરતો હતો ત્યાં આ એક સરસ વાત રજૂ કરવાનું મન થયું.
એક ખેતરના ખૂણા પર મકાન બનાવીને એક કુટુંબ રહેતું હતું. માં-બાપ, દાદાજી, તેમનો પૌત્ર. મા-બાપ રોજે મજુરી ઉપર નીકળી જતા, અને ઘરે દાદાજી અને દસ વરસનો પૌત્ર જ રહેતા. દાદાજી રોજે સવારે વહેલા ઉઠીને બારી પાસે મુકેલી ખુરશી પર બેસીને પુસ્તકો વાંચતા રહેતા.
એક દિવસ પૌત્રએ પૂછ્યું:“દાદા.. હું તમારી જેમ જ ચોપડી વાંચવા નો પ્રયત્ન કરું છું,પણ હું તેમાં કંઈ સમજતું નથી. અને હું જે કંઈ પણ સમજુ છું એ એક-બે દિવસમાં ભૂલી જાઉં છું.ઘણીવાર તો બુક બંધ કરુંને પાછળ બધું ભુલાઈ જાય છે. તમે પણ બધું ભૂલી જાઓ છો.તો પછી પુસ્તકો અને કહાનીઓ વાંચવાનો મતલબ શું?”
દાદાજી હસ્યા, અને ઉભા થઈને રસોડામાં ગયા અને લોટ ચાળવા ની ગંદી ચારણી લઈને આવ્યા. પોતાના પૌત્રને કહ્યું: “આ ચારણી લે,અને બહાર ખેતરમાં જતા પાણીના ધોરીયામાંથી ચારણી ભરીને લેતો આવ.મારે આ ચારણીમાં સમાય એટલું પાણી જોઈએ છે.”
દીકરાને જેમ કહેલું તેમ કર્યું, પરંતુ ચારણી ભરીને દોડતો દાદાજી પાસે આવ્યો એ પહેલા જ ચારણીના કાણાઓમાંથી બધું પાણી લીક થઇ ગયું. દાદાજી હસ્યા અને કહ્યું: “બીજી વાર ભરતો આવ, પરંતુ આ વખતે ઝડપથી દોડીને આવજે.” દીકરો બીજી વાર ગયો, પણ ફરીથી તે દાદાજી પાસે પહોંચે એ પહેલા ચારણી ખાલી હતી! હાંફતા-હાંફતા તેણે દાદાજીને કહ્યું કે આ ચારણીમાં તો પાણી ભરીને લાવવું અશક્ય લાગે છે. હું એક ગ્લાસમાં કે લોટામાં ભરતો આવું.
પરંતુ દાદાજી કહે: “ના. મારે આ ચારણીમાં સમાય એટલું પાણી જ પીવું છે! મને લાગે છે તું સરખી કોશિશ નથી કરી રહ્યો.” છોકરો ફરી બહાર ગયો,અને પૂરી ઝડપ થી દોડતો આવ્યો, પણ ચારણી ફરી ખાલી જ હતી! થાકીને જમીન પર બેસીને દાદાજીને તેણે કહ્યું: “દાદા…કહું છું ને… આ નકામું છે. ના ચાલે.”
“ઓહ… તો તને લાગે છે કે આ નકામું કામ છે?” દાદાજીએ કહ્યું, “તું એકવાર ચારણી સામે તો જો.
છોકરાએ ચારણીને જોઈ અને પહેલીવાર તેણે જોયું કે ચારણી બદલાઈ ગઈ હતી. તે જુના ગંદી ચારણીમાંથી ધોવાયેલી, ચોખ્ખી, ચળકતી ચારણી બની ગઈ હતી. તેના દરેક મેલ ધોવાઇ ગયા હતા.
દાદાજીએ હસીને કહ્યું:“બેટા… જયારે તમે પુસ્તકો વાંચો ત્યારે આવું થાય છે.તું કદાચ બધું સમજે નહી, કે બધું યાદ ન રહે, પરંતુ જયારે તમે વાંચો, ત્યારે તમે બદલાતા હોય છો.અંદર અને બહાર પણ. કોઈ પણ કહાની કે કોઈ સારી વાત તમને અંદરથી થોડા ધોઈ નાખે છે, અને તમારો મેલ દુર કરે છે.”
. આપણે એક ટુંકી વાત  જોઈ  ભગવદ્ ગીતામાં કહયું છે કે જે લોકો બીજાનું ભલું કર્યા પછી ભૂલી જાય છે તેમનો હિસાબ કુદરત પોતે જ યાદ રાખે છે, પરંતુ જે લોકો આદત પૂર્વક પોતાના સારા કાર્યોનો ચોપડો લઈને ફરે છે તેમના સારા કાર્યો આ સ્વભાવથી ભૂલી જાય છે.તમારા ગુણોની વધુ પડતી અભિમાન કરવાથી તમારા ગુણોનું ફળ નાશ પામે છે.
તમારા દ્વારા આ જીવનમાં જે પણ પુણ્ય કર્મો કરવામાં આવે છે, તેને સાચા માની લો, આ પ્રકૃતિ ચોક્કસપણે તેમને સંચિત કરે છે અને જ્યારે જરૂર પડે છે, તમારી ભૂલ હોવા છતાં, તે ચોક્કસપણે યોગ્ય પરિણામ આપે છે.યાદ રાખો, માણસ ફક્ત તેના કાર્યોનો હિસાબ રાખી શકે છે પરંતુ તેના પરિણામો જાહેર કરી શકતો નથી કારણ કે તે અધિકાર ફક્ત આ પ્રકૃતિ પાસે જ અનામત છે. સારું કરો અને ભૂલી જાઓ કે જ્યારે સમય આવશે, ત્યારે કુદરત પોતે જ તમને બદલો આપશે.
વાચક ચાહક મિત્રો સૌને જય માતાજી સુપ્રભાત આજે આપણે અહીં અટકીએ અસ્તુ.
                                                          ગરવી તાકાત. થરા      *યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0