GUJCOST અને ISTE ના સહયોગથી સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરએન્જીનીયરીંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગમાં 27 – 28 ફેબ્રુઆરી, 2025 ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનીઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે, ઉભરતી ટેકનોલોજીની રૂપરેખા આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

GUJCOST અને ISTE ના સહયોગથી, "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" ની ઉજવણી નિમિત્તે "ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, AIML અને તેની એપ્લિકેશન્સ"પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સત્રો યોજવામાં આવ્યા હતા. દિવસ-1, ગુરુવાર, 27-02-2025વર્ચ્યુઅલ હાઇટ આઇટી સર્વિસ પ્રા. લિ.ના શ્રી તિલક મસરાણી દ્વારા "AIML અને બ્લોક ચેઇન આર્કિટેક્ચર" પર નિષ્ણાત સેશનઆપવામાં આવ્યું હતું., તેમજ "ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને તેની એપ્લિકેશનનો પરિચય" પર ડૉ. કિરીટ જે મોદી અને ડૉ. વિકાસ ભાવસારદ્વારા નિષ્ણાત સેશન આપવામાં આવ્યું હતું. દિવસ-2, શુક્રવાર, 28-02-2025, શ્રી રોહિત જે. શિકા, તાલીમ અને પ્લેસમેન્ટ ઓફિસર,સાંકળચંદ પટેલ

યુનિવર્સિટી દ્વારા "PM ઇન્ટર્નશિપ અવેરનેસ પ્રોગ્રામ" પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજેન કરવામાં આવ્યું હતું.તદઉપરાંત એક દિવસીયે વર્કશોપ “ફાર્મિંગ 4.0: AI અને IoT ટ્રાન્સફોર્મિંગ એગ્રીકલ્ચર ફોર ધ ફ્યુચર” જેમાં કૃષિ ક્ષેત્રે IOT અને AIML નાવિશેષ ઉપયોગ ઉપર ,
આ ટેકનોલોજી ખેડૂત મિત્રો ને મદદરૂપ થઇ શકે તેની વિષેશ માહિતી ડૉ. નીતિન પાદરિયા દ્વારા, રાષ્ટ્રીય રક્ષાયુનિવર્સિટી આપવામાં આવી હતી. વધુમાં, પોસ્ટર પ્રેઝન્ટેશન અને પ્રોજેક્ટ એક્ઝિબિશન ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંપ્રદેશ ની વિવિધ સંસ્થાઓ ના 377 થી વધુ વિદ્યાર્થીઓએ ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઇવેન્ટ્સનુંમૂલ્યાંકન વર્ચ્યુઅલ હાઇટ આઇટી સર્વિસ પ્રા. લિ.ના શ્રી તિલક મસરાની અને તેમના સહયોગી શ્રી. કલ્પેશ દરજી દ્વારા કરવામાં આવ્યુંહતું.રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી, ડો. એચ.એન. શાહ (ડાયરેક્ટ ટેકનિકલ) ,ડૉ. પીયૂષ જે. પટેલ (પ્રિન્સિપાલ, SPCE) અને ડૉ. કિરીટ જે.મોદી (HoD, CE/IT, SPCE) ના માર્ગદર્શન હેઠળ ડૉ. નીતિન પંડ્યા અને પ્રો. અંકુર જે. ગોસ્વામી સાથે, સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંકલનકર્યું હતું. આ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા શ્રી પ્રકાશભાઈ પટેલ (પ્રમુખ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી) અને ડો. પી.એમ. ઉદાણી(પ્રોવોસ્ટ), એ જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડ્યો હતો.


