અમીરગઢ ચેકપોસ્ટ પર કારની તલાશી લેતા તેમાંથી 7 કરોડની રોકડ મળી આવી

October 25, 2024

હવાલા નેટવર્કથી દિલ્હીથી સાત કરોડ રૂપિયા  અમદાવાદ લાવવામાં આવી રહ્યાં હતા

7 કરોડ રૂપિયાની રોકડ સાથે પોલીસે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી 

પૂછપરછમાં શખ્સો જવાબ ન આપી શકતા રોકડ જપ્ત કરી ઈન્કમટેકસ વિભાગને જાણ કરાઈ

ગરવી તાકાત, બનાસકાંઠા તા. 25 – બનાસકાંઠાના અમીરગઢ ચેક પોસ્ટ પાસેની માવલ ચેક-પોસ્ટ પર પોલીસે એક કારને રોકતા તેમાં તલાસી લેતાં અધધધ 7 કરોડ રૂપિયાની કેશ મળી આવી હતી. આ રકમ અંગે બે ઈસમોએ પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ ન આપતા રોકડ ઈન્કમટેકસ વિભાગને જાણ કરાઈ હતી.જેનાં આધારે આઈટીએ પણ તપાસ હાથ ધરી છે.

અમીરગઢ ચેકપોસ્ટ પર ખાનગી બસમાંથી 4.5 કરોડના ડ્રગ્સ સાથે મહિલાની  અટકાયત|Woman detained with drugs worth more than 4 crore from private bus  at Amirgarh check post

આ અંગેની વિગત મુજબ દિલ્હીથી એક કારમાં આ રોકડને અમદાવાદ લઈ જવામાં આવી રહી હતી. આ સમયે માવલ ચેકપોસ્ટ પર એક કારને રોકવામાં આવી હતી. તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં રોકડ રકમ હતી. રોકડ રકમને લઈને કારચાલક અને તેની સાથે રહેલા શખ્સને પૂછપરછ કરતાં તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા.રોકડ રકમનો કોઈ પુરાવો પણ ન બતાવતા પોલીસે રોકડ ભરેલી કારને રીક્રો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જયાં કેશ કાઉન્ટીંગ મશીનથી રોકડની ગણતરી કરતાં સાત કરોડ એક લાખ 999 રૂપિયા હતી.

પોલીસે બન્નેની અટકાયત કરીને રોકડ કયાંથી લાવ્યા અને કોને આપવાના હતા. તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.આ સાથે જ ઈન્કમટેકસ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0