ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર, કોંગ્રેસ કોને સોંપશે ગેનીબેનનો ‘ગઢ’, આ ત્રણ નામોની ચર્ચા

October 21, 2024

વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરના રોજ મતદાન થશે જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે ત્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકરોની ‘જગ્યા’ ગઢવી, રાજપૂત કે રબારી લેશે ?

ગરવી તાકાત, વાવ તા. 21- એક એવો જિલ્લો જ્યાં કણથી મણ ઉત્પન્ન કરનારો વર્ગ વસે છે, જ્યાં બનાસ નામની નદીની સાથે દૂધની નદી વહેતી કહીએ તો પણ જરા ખોટું નહી કહેવાય. કારણ કે, બનાસવાસીઓ રોજના 90 લાખ લિટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે. આ જિલ્લો જેટલો ખેતી અને પશુપાલન ક્ષેત્રે આગળ છે, તેટલુ જ આગવું સ્થાન રાજકારણમાં પણ ધરાવે છે. આ જિલ્લાના મતદારોનું મગજ સમજવામાં રાજકીય નિષ્ણાંતો પણ ગોથું ખાઈ જાય છે. અહીંના નાગરિકો ભલભલાના રાજકીય ઈતિહાસ રચી પણ શકે અને ડગમગાવી પણ શકે છે.

આ વખતે લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને જીતાડીને બનાસવાસીઓએ તેમને દિલ્હી પહોંચાડ્યા છે. તો બીજી તરફ આ જિલ્લાના ભાજપના કદાવર નેતા શંકર ચૌધરીને એક કરતા વધુવાર હરાવીને, ભૂલ સ્વીકાર્યા પછી માયાળુ મતદારોએ તેમને ચાન્સ પણ આપ્યું છે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેરાત થઈ છે. ત્યારે આજે વાત કરીશું ખાલી પડેલી વિધાનસભા વાવ બેઠકમાં કોંગ્રેસ કોને મુરતિયો બનાવી શકે અને તે શું ગેનીબેનની જીતની ‘જગ્યા‘ ને બરકરાર રાખશે કે, કોંગ્રેસની આશાવાદનો પાણીઢોળ કરશે?

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની ચર્ચા જોરમાં છે. જે ત્રણ નામોમાં પ્રથમ નામ કે.પી.ગઢવી, બીજુ નામ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજુ નામ છે ઠાકરશીભાઈ રબારી. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમજાના છે, પરંતુ ગેનીબેનની જીત પછી કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને તેમની જીતની વેવને ફરી એનકેશ કરવા પર વધુ ભાર આપી શકે છે. જિલ્લામાં ચાલેલી ગેનીબેનની લહેર અને વાવ બેઠક પર કોંગ્રેસે રચેલો જીતનો ઈતિહાસ કોંગ્રેસના મૌવડી મંડળ મોખરે જોશે.

વાવ બેઠકના જાતિગત સમીકરણો

આ બેઠક પર અંદાજિત જાતિકરણ સમીકરણો તપાસીએ તો ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે છે.

વાવ બેઠક પર ક્યારે છે ચૂંટણી?

  • નામાંકન તારીખ: 18 ઓકટોબર
  • નામાંકન માટેની છેલ્લી તારીખ: 25 ઓકટોબર
  • નામાંકન ચકાસણી: 28 ઓકટોબર
  • નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 30 ઓકટોબર
  • મતદાન તારીખ: 13 નવેમ્બર
  • મતગણતરી: 23 નવેમ્બર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:10 am, Oct 23, 2024
temperature icon 27°C
clear sky
Humidity 53 %
Pressure 1011 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 4 mph
Clouds Clouds: 3%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:41 am
Sunset Sunset: 6:07 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0