માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ કરવા માટે ભારતનું પવિત્ર સ્થળ સિદ્ધપુર માતૃગયા તીર્થની કાયાપલટ કરાશે

September 24, 2024

સિદ્ધપુરના માતૃગયા તીર્થની કાયાપલટ થઈ જશે તેવું સરકારનું ભવ્ય આયોજન, આવો છે પ્લાન

સિદ્ધપુર માતૃગયા તીર્થ પર અદ્યતન સુવિધા ઉભી કરાશે. અહીં એકસાથે 200 પરિવાર પૂજાવિધીનો લાભ લઇ શકે તેવી સુવિધા ઉભી કરાશે

ઓનલાઇન પોર્ટલ દ્વારા યાત્રિકોને તમામ સુવિધાઓ મળી રહેશે. પોર્ટલમાં ગોર મહારાજનો સંપર્કની વિગતો, પૂજાવિધી માટે લોકેશન મળી રહેશે

ગરવી તાકાત, સિદ્ધપુર તા. 24 – માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ કરવા માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ. સિદ્ધપુર માતૃગયા તીર્થ પર અદ્યતન સુવિધા ઉભી કરાશે. અહીં એકસાથે 200 પરિવાર પૂજાવિધીનો લાભ લઇ શકે તેવી સુવિધા ઉભી કરાશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે. ઓનલાઇન પોર્ટલ દ્વારા યાત્રિકોને તમામ સુવિધાઓ મળી રહેશે. પોર્ટલમાં ગોર મહારાજનો સંપર્કની વિગતો, પૂજાવિધી માટે લોકેશન મળી રહેશે.

image

ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ યાત્રિકો કરી શકશે. કારતક સુદ અગીયારસથી પૂનમ સુધીના સમયે હજારો પરિવારો માતૃગયા ખાતે સ્નાન અને પિંડદાન કરી પિતૃઓને સંતોષવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતના પાટણ જિલ્લામાં પ્રાચીન સરસ્વતી નદી કિનારે વસેલું ઐતિહાસિક સ્થળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર શહેર અતિ પ્રાચીન ધાર્મિક, પવિત્ર અને ઐતિહાસિક નગરી છે. ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર શ્રીસ્થલ તરીકે પણ જાણીતું હતું, ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેમના નામ પરથી સિદ્ધપુર તરીકે જાણીતું થયું.

image

ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે ઓળખાય છે. દેશના કોઇ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એક માત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે. કારતક સુદ અગીયારસથી પૂનમ સુધીના ભીષ્મ પંચક પર્વ સમયે લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને સંતોષવાનો પ્રયત્ન કરે છે. ગત વર્ષે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે કારતક, ભાદરવો અને ચૈત્ર તેમજ સમગ્ર વર્ષ દરમિયાન અંદાજિત ૪૭,૧૦૦ જેટલા પરિવારના સભ્યો દ્વારા માતૃશ્રાદ્ધની વિધિવત પૂજા કરવામાં આવી હતી તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવાયુ છે.

image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર સિદ્ધપુર ખાતે ધાર્મિક ક્રિયા માટે આવતા દેશભરના યાત્રિકોને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત કાર્યરત છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે, જેમાં યાત્રિકોને મળતી તમામ સુવિધાઓ, ગોર મહારાજની સંપર્કની વિગતો, પૂજા-વિધિ માટેના લોકેશન, ઓનલાઈન રજિસ્ટ્રેશન જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. જેથી સિદ્ધપુર મુકામે આવનાર યાત્રિકોને આ સ્થળની તમામ સુવિધા અંગે પોર્ટલ મારફતે અવગત કરી શકાય. આ વિશાળ પરીસરમાં યાત્રાળુઓને તમામ સ્થળોની જાણકારી મળી રહે તે માટે સાઈટ મેપ પણ મુકવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં અહી એકસાથે ૨૦૦ પરિવાર પૂજાનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0