ચાણસ્મા તાલુકામાં સગીરા સાથે બળાત્કાર કરનાર પાખંડી ભુવા ભગા ચૌધરીની મદદ કરનાર ભત્રીજા ગૌરવ ચૌધરીની અટકાયત 

September 22, 2024

મહેસાણાથી મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ઈશ્વર ચૌઘરીને ભગા ભુવાની મદદ કરવાના કેસમા જેલમાં ધકેલ્યોં 

ભુવા ને સંતાડવા તેમજ રહેવા માટે મદદ કરેલ હતી ભુવા નો મદદગાંર તેનો ભત્રીજો જ નીકળ્યો

ગરવી તાકાત, મહેસાણા તા. 22 – ચાણસ્મા તાલુકામાં શર્મસાર કરતી ઘટના બનવા પામી હતી જેમાં એક નરાધમ ભુવાએ ચાણસ્મા તાલુકાના એક ગામની સગીર વયની યુવતી સાથે ધાકધમકી આપી શારિરીક અડપલા કરી તેનો વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેમાં સગીરા સાથે અવાર નવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારે સમગ્ર ઘટના બાબતે ભારે ચકચાર મચી જવા પામી હતી અને ચાણસ્મા પોલીસ મથકે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં નરાધમ ભુવા ભગા ચૌધરીની પોલીસે અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલ્યોં હતો.

Girl police complaint against Tantrik in Surat police | સુરતઃ તાંત્રિકે  ક્યા મંદિરમાં રૂમ ભાડે રાખીને યુવતીને બોલાવીને બાંધ્યા શારીરિક સંબંધ, આ  રીતે કેટલી યુવતીને ...

ચાણસ્મા તાલુકાના સગીરા સાથે થયેલા દુષ્કર્મના મામલામાં પાખંડી ભગા ચૌધરી ઉર્ફે ભુવાને તેના ભત્રીજાે અને ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી. ભાજપના મહેસાણા જિલ્લા યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીએ ભુવાને સંતાડવા તેમજ રહેવા સહિતની તમામ મદદ કરી ભુવાને મદદગારી કરી હતી જેથી પોલીસે ભગા ચૌધરીની મદદ કરવા બદલે તેના ભત્રીજા ગૌરવ ચૌધરીની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

મહત્વનું છે કે શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીની પણ મહેસાણા જિલ્લા યુવા મોરચાના મંત્રીએ દરકાર ન કરી ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે અને સગીરા પર વારંવાર બળાત્કાર કરી તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર પાખંડી ભુવા ભગા ચૌધરીને મદદ કરી ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષને કાળુ કલંક લગાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આવા નરાધમોને શિસ્તથી વરેલી ભારતીય જનતા પાર્ટીમાંથી હાકી કાઢવો જાેઇએ તેવો પણ સૂર વ્યક્ત થઇ રહ્યો છે.

નોંધનીય બાબત છે કે, મૂળ મહેસાણા તાલુકાના ઉચરપી ગામનો વ્યવસાયે ભુવા ભોપાળાનું કામ કરતો ચૌધરી ભગાભાઇ શંકરભાઇ ચાણસ્મા તાલુકાના એક ગામમાં ગોગા મહારાજના હવનમાં આવ્યોં હતો. જ્યાં સગીરા પાખંડી ભુવાજીની નજરમાં આવી હતી. ત્યારબાદ અવાર નવાર ભગો ઉર્ફે ભુવાજી આ ગામમાં આવતો હતો અને સગીરાનો પીછો શરુ કર્યો હતો જ્યારે સગીરા પોતાના ઘરે એકલી હોય ત્યારે આ નરાધમ ભુવો તેના ઘરે જતો હતો અને સગીરાને હુ કહુ તેમ નહી કરે તો તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો ત્યારે આવા પાખંડી ભુવાને સંતાડી રાખી ચાણસ્મા પોલીસની કામમાં રુકાવટ ઉભી કરી હતી અને પોતાના રાજકિય હોદ્દાનો દુરપયોગ કરી ભુવાને મદદગારી કરતાં આખરે હવે તેના ભત્રીજાને પણ જેલના સળિયા ગણવાનો વારો આવ્યોં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0