મહેસાણા શહેર 1 માં સાબરમતી ગેસ કંપનીનું કસ્ટમર કેર શરૂ કરવા મયંકભાઇ નાયકની રજૂઆત 

September 10, 2024

સાબરમતી ગેસ કંપનીનું કસ્ટમર કેર શરૂ કરવા રાજ્યસભાના સાંસદે કંપનીના ચેરમેનને પત્ર લખ્યોં

ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા શહેર 1 માં સાબરમતી ગેસ કંપનીનું કસ્ટમર કેર સેન્ટર શરૂ કરવા માટે મહેસાણા રાજ્યસભાના સાંસદે સાબરમતી ગેસ કંપનીના ચેરમેનને રજૂઆત કરી છે. મહેસાણા શહેર 1 માં સાબરમતી ગેસની પાઇપ લાઇનો લીધી હોવાના કારણે કેટલીક વાર ગ્રાહકોની અનેક ફરિયાદો ઉઠે છે જેને પગલે સાબરમતી ગેસ પાઇપ લાઇનના ગ્રાહકોને પોતાની ફરિયાદો માટે ભારે હાલાકી પડે છે અને પોતાની રજૂઆતો પણ કરી શકતા નથી.

ત્યારે જો મહેસાણા 1 માં સાબરમતી ગેસ કંપનીનું કસ્ટમર કેર સેન્ટર શરૂ કરવામાં આવે તો ગ્રાહકોને પડતી મુશ્કેલી અને ફરિયાદોનું આસાનીથી નિવારણ લાવી શકાય. હાલ સાબરમતી ગેસ પાઇપ લાઇન ધરાવતાં અનેક ગ્રાહકોને પોતાની ફરિયાદ માટે મહેસાણા 2 સુધી લાંબા થવું પડે છે અથવા તો સાબરમતી ગેસ કસ્ટમર કેર સેન્ટરમાં રજૂઆત કરવી પડે છે જે મહેસાણા 1માં નિવારણ થતું હોવાથી ફરિયાદ નિવારણમાં લાંબો સમય લાગી જાય છે. મહેસાણા શહેર 1ના નાગરિકોને ગેસ કંપનીની ફરિયાદ કે અન્ય કામે મહેસાણા શહેર 2માં આવવું પડે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0