મહેસાણા ફતેપુરા પાટીયા પાસેથી 1.58 લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો 

September 7, 2024

મહેસાણા તાલુકા પોલીસે વિદેશી શરાબ કાર સહિત કુલ રૂપિયા 4.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

ગરવી તાકાત, મહેસાણા તા. 07 – મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ઊંઝાથી મહેસાણા આવતાં હાઇવે રપોડ પર ફતેપુરા સર્કલ પાસેથી એક સ્વીફટ કારમાંથી રૂપિયા 1,58,880ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો તથા કાર સહિત કુલ રૂપિયા 4,63,880નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હડકંપ@મહેસાણા: પીઆઇ સહિત 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ, એક કેસમાં ફરજમાં  બેદરકારી બદલ કાર્યવાહી

મહેસાણા જિલ્લામાંથી વિદેશી શરાબની હેરાફેરી તેમજ વિદેશી શરાબનો વેપલા પર રોક લગાવવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુ્ગ્ગલે આપેલા આદેશ ના.પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન મુજબ મહેસાણા તાલુકા પીઆઇ જે.પી.સોલંકીના નેતૃત્વમાં પીએસઆઇ આર.કે.મીર, અહેકો. હિરેનકુમાર, આલોર. ભાવિકકુમાર, અપોકો. મનોજકુમાર, પોકો. ચેતનભાઇ, તરૂણકુમાર, સંજયકુમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અહેકો. હિરેનકુમાર તથા ભાવિકકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

ઊંઝા તરફથી મહેસાણા હાઇવે રોડ ફતેપુરા સર્કલ પાસે સ્વીફ્ટ કાર નંબર જીજે06-ઇએચ- 3473માં વિદેશી શરાબનો જથ્થો તથા બિયર ભરી પસાર થનાર છે જે બાતમી મળતાં મહેસાણા તાલુકા પોલીસે ફતેપુરા પાટીયા પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ઉપરોક્ત નંબરવાળી કાર આવતાં અટકાવી તપાસ કરતાં તેમાંથી 1,58,880નો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યોં હતો. પોલીસે વિદેશી શરાબનો જથ્થો કાર સહિતનો કુલ રૂપિયા 4,63.880નો મુદ્દામાલ ઝડપી ફરાર ઠાકોર શૈલેષ સરદારજી રહે. મહેસાણાવાળો તથા પ્રહલાદ ડાહ્યાભાઇ વાઘેલા રહે. થરાદવાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0