ભાજપના જ નેતાએ નોંધાવી હતી ફરિયાદ વિજય સુવાળા સહિત 30 લોકોના ટોળાએ ઓફિસ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
ગરવી તાકાત, અમદાવાદ તા. 29 – ઓઢવ પોલીસે લોક ગાયક વિજય સુંવાળા , યુવરાજ સુંવાળા , રાજેશ ધરમશી રબારી , વિક્રમ સવજી રબારી , જયેશ મગન દેસાઈ , દિલીપ અમરત જિણાજી ,હિરેન વાળંદની ધરપકડ કરી છે.

ભાજપના કાર્યકર અને લોકગાયક વિજય સુવાળાની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વિજય સુવાળા સહિત 7 લોકોની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ જપ્ત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિજય સુવાળાને નોટિસ આપતા પોલીસ સ્ટેશન હાજર થયા હતા. ચાર આરોપી જે પોતે ગુનામાં સામેલ ન હોવાનું કહે છે, તેને પોલીસે નોટિસ આપી છે અને પુરાવા સાથે હાજર રહેવા કહ્યું છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ પોલીસે જપ્ત કરી છે. .
ભાજપ નેતા દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા, તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દિનેશ દેસાઈના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટની રાત્રે 11.30 આસપાસ 30 જેટલી કાર, રિક્ષા અને 10 જેટલી બાઈક સાથે 30થી વધુ લોકોનું ટોળુ લાકડી, ધારિયા અને તલવાર જેવા હથિયારો સાથે દારૂના નશામાં મારી ઓફિસ આવ્યા હતા. ઓફિસ પર તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેને લઈ ઓઢવ પોલીસે ધરપકડ કરી છે.
વિજય સુવાળા સહિત 7 લોકોની ધરપકડ
ઓઢવ પોલીસે લોક ગાયક વિજય સુંવાળા , યુવરાજ સુંવાળા , રાજેશ ધરમશી રબારી , વિક્રમ સવજી રબારી , જયેશ મગન દેસાઈ , દિલીપ અમરત જિણાજી ,હિરેન વાળંદની ધરપકડ કરી છે.


