નવસારીમાં પૂર્ણા નદી અને વડોદરોમાં વિશ્વામિત્રી નદીઓ ગાંડીતુર બનતા 4800 લોકોનું સ્થળાંતર કરાયું

July 27, 2024

500થી વધુ લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં લોકોની હાલત કફોડી 

નદીની જળસપાટી ભયજનક કરતા ઉપર જતા પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યાં હતા. ઘરો અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે

નવસારી – ગણદેવી સ્ટેટ હાઈવે બંધ : 4800 લોકોનું સ્થળાંતર : જનજીવન વાહન વ્યવહારને અસર: રેસ્કયુ હજુ યથાવત

ગરવી તાકાત, નવસારી તા. 27 – વડોદરા અને નવસારી જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન-વાહન વ્યવહારને મોટી અસર પડી છે. વડોદરામાં વિશ્ર્વામિત્રી અને નવસારીમાં પૂર્ણા નદીઓ ગાંડીતુર થતા અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા છે. સાથે 4800 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ હજુ રેસ્કયુ કામગીરી યથાવત રહી છે. વરસાદનું જોર ઘટયુ છે પરંતુ ખાડીઓના પુરથી પરિસ્થિતિ વિકટ બની છે.

નવસારીમાં ભારે વરસાદને લઈને પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. પૂર્ણા નદીની જળસપાટી ભયજનક કરતા ઉપર જતા પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યાં હતા. ઘરો અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીના ભેંસદ ખાડા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા.

ભારે વરસાદને જ્યારે 4 સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટ છે. જેને પગલે ગઈકાલથી જ શહેરના વડસર, કોટેશ્વર અને અકોટા ગામ પાણીમાં ગરકાવ છે. આ ઉપરાંત પરશુરામ ભઠ્ઠો, કમાટીપુરા, કલ્યાણનગર, જલારામનગર અને સંજયનગર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આજે પણ આ તમામ વિસ્તારો પાણીમાં જ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0