રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કેટલો વરસાદ વરસ્યો, જળાશયોમાં પાણીની કેટલી ટકાવારી 

July 11, 2024

બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૫ ટકાથી વધુ : સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો

ગરવી તાકાત, ગાંધીનગર તા. 11 – રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ: રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૫ ટકાથી વધુ : સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

રાજયના 7 જળાશયો ભયજનક સ્થિતિએ પહોંચ્યા, જાણો રાજ્યના ક્યાં જળાશયમાં કેટલું  પાણી સંગ્રહ થયેલું છે?

રાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ: રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૫ ટકાથી વધુ : સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

  • રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 25 ટકા વરસાદ
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ
  • સૌથી વધુ સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદ નોંધાયો
  • દક્ષિણ ગુજરાતમાં પણ વરસ્યો સિઝનનો 27 ટકા વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં માત્ર 18 ટકા વરસાદ નોંધાયો
  • મધ્ય ગુજરાતમાં પણ હજુ સુધી 16 ટકા વરસાદ વરસ્યો
  • વિરામ બાદ રાજ્યમાં વરસી સાર્વત્રિક મેઘમહેર
  • 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસ્યો વરસાદ
  • રાજ્યના 63 તાલુકામાં વરસ્યો 1 ઈંચથી વધુ વરસાદ
  • રાજ્યમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં સવા 5 ઈંચ વરસાદ
  • ગીસોમનાથના વેરાવળમાં 5 ઈંચ વરસાદ પડ્યો
  • જૂનાગઢ જિલ્લાભરમાં મેઘરાજાએ જમાવટ કરી
  • વંથલી, માણાવદર, માળિયાહાટીનામાં 4થી 4.5 ઈંચ વરસાદ
  • જૂનાગઢના કેશોદ અને મેંદરડામાં પણ 3.5 ઈંચ વરસાદ
  • બનાસકાંઠાના ભાભરમાં વરસ્યો 4 ઈંચ વરસાદ
  • અમરેલીના લાઠીમાં 3.5 ઈંચ વરસાદ
  • ધોરાજી, ભાણવડ, રાણાવાવમાં 3.5 ઈંચ વરસાદ
  • મહેમદાબાદ, ચોટીલામાં પણ 3 ઈંચ વરસાદ
  • રાજ્યના 2 જળાશયમાં 90 ટકાથી વધુ પાણી
  • 3 જળાશયમાં 80થી 90 ટકા પાણી
  • 6 જળાશયમાં 70થી 80 ટકા પાણી
  • 195 જળાશયમાં 70 ટકાથી ઓછું પાણી
  • રાજ્યના 207 જળાશયોમાં કુલ 38.76 ટકા પાણી
  • ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 25.69 ટકા પાણી
  • મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 40.42 ટકા પાણી
  • દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 34.29 ટકા પાણી
  • સારા વરસાદથી રાજ્યના ડેમ અને જળાશયો છલકાયા
  • જામનગરનો વાગડિયા ડેમ છલોછલ ભરાયો
  • સુરેન્દ્રનગરનો વણસલ ડેમ પાણીથી ભરાયો
  • સૌરાષ્ટ્રના 2 ડેમ નવા નીરથી છલકાયા
  • સૌરાષ્ટ્રના 141 ડેમમાં 23.32 ટકા પાણી
  • સરદાર સરોવર ડેમમાં 50.04 ટકા પાણી
  • કચ્છના 20 ડેમમાં 20.89 ટકા પાણીનો જથ્થો
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0