બર્થ ડે ઉજવી પાર્ટીમાંથી પરત ફરતા ઇડર હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતાં ડોક્ટર પરિવારના 4 સભ્યોના મોત 

June 7, 2024

હિંમતનગર પાસે પુરઝડપે આવતા ટ્રકે કારને ઠોકરે લેતા ચારના કરૂણ મોત

ડોકટર પરિવાર બર્થડે ઉજવી પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો

image

ગરવી તાકાત, હિમતનગર,તા.7 – સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળ્યાં છે. જેમાં 4 લોકોના કરૂણ મોત થયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર એક બેફામ ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.

image

મૃતકોમાં એક ડોક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર પરિવાર બર્થ ડે  પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે  ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0