વડનગરમાં શેરબજારના ડબ્બા ટ્રેડિગમાં ડમી સીમકાર્ડ આધારે ખોટા નામ ધારણ કરી ગ્રાહકો સાથે ઠગાઇ કરનાર ત્રણ ઝડપાયાં

May 31, 2024

ઝડપાયેલા ત્રણ શખ્સોને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા હતા. વડનગર પોલીસ દ્વારા ત્રણની પૂછપરછ સહિત સંઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગરવી તાકાત, વડનગર તા. 31 – વડનગર પોલીસે શેરબજારના ડબ્બા ટ્રેડિગમાં ડમી સીમકાર્ડ આધારે ખોટા નામ ધારણ કરી ગ્રાહકોને શેર બજારમાં રોકાણ કરવાના નામે છેતરપીંડી આચરનાર ત્રણ ઠગબાજોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા ત્રણ શખ્સોને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા હતા. વડનગર પોલીસ દ્વારા ત્રણની પૂછપરછ સહિત સંઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહેસાણા જિલ્લામાં શેરબજારમાં ડબ્બા ટ્રેડિગના અનેક કિસ્સાઓ વચ્ચે વડનગરમાં ડિસેમ્બર 2023 માં ડબ્બા ટ્રેડિગનો એક ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીઓ વોન્ટેડ હોઈ તપાસ કરતા વડનગર પોલીસે આનંદજી સુરેશજી ઠાકોર, વિશાલજી અશ્વિનજી ઠાકોર અને વિજયજી રમણજી ઠાકોર તમામ રહે.નવા પુરા ખેતરમાં વડનગર વાળાને દબોચી લીધા હતા. જે આરોપીઓ દ્વારા હાઇકોર્ટેમાં કરાયેલ આગોતરા જામીન અરજી કોર્ટ નામંજૂર કરતા તેમની ધરપકડ કરતા વડનગર પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા.

જ્યાં આરોપીઓ દ્વારા ડમી સીમકાર્ડ અને ગ્રાહકો સાથે છેતરપીંડી કરતા હોવા સહિતના મુદ્દે કોર્ટમાં રજુઆત કરતા કોર્ટ વધુ તપાસ માટે ત્રણેય આરોપીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા હતા. ત્યારે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આ આરોપીઓ એ આર્થિક ફાયદો કોને કોને પહોંચડેલ અને કેવી રીતે ગુનો આચરેલ તેમજ ગુનામાં સંકળાયેલા મુખ્ય આરોપીઓને શોધી કાઢવા અને ગુનાના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0