મહેસાણા એલસીબીએ જાકાસણાની સીમમાં બાવળની ઝાડીઓમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યોં 

May 5, 2024

જાકાસણા ગામની સીમમાં કિયા કારમાંથી એલસીબીએ 57,405નો વિદેશી શરાબ ઝડપ્યોં 

જાકાસણા ગામે બાવળની ઝાડીઓમાં વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 5.57 લાખનો મુદ્દામાલ ઝડપાયો

ગરવી તાકાત, મહેસાણા તા. 05 – (Sohan Thakor) – લોકસભાની ચૂંટણીને લઇને વિદેશી શરાબની રેલમછેલ થઇ રહી છે. લોકસભાની ચૂંટણીમાં ખુશામતખોરોને ખુશ રાખવા માટે વિદેશી શરાબનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. ત્યારે મહેસાણા જિલ્લામાં થતી વિદેશી શરાબની રેલમછેલ પર મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાજનજર લગાવીને બેઠી છે. જેને લઇને રોજબરોજ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કિયા કારમાંથી પરપ્રાંતિય વિદેશી શરાબની 8 નંગ પેટી જેની કિંમત 57,405 મળી કુલ રૂપિયા 5,57,404ના મુદ્દામાલ ઝડપી પાડ્યોં હતો.

મહેસાણા જિલ્લામાં વિદેશી શરાબના થતાં વેપલા તથા હેરાફેરી પર ચાંપતી નજર રાખી કાર્યવાહી કરવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામા, પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો. પ્રદિપકુમાર, પીસી જોરાજી, પીસી સંજયકુમાર, આકાશકુમાર, જસ્મીનકુમાર, સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતો

તે દરમિયાન પીસી જોરાજી તથા આકાશકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, જાકાસણથી સુરજ જતાં રોડ ઉપર જાકાસણા ગામની સીમમાં બાવળોની ઝાડીઓમાં વિદેશી શરાબનો વેપલો ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઉપરોક્ટ ટીમ જાકાસણા ગામની સીમમાં પહોંચતાં કિયા સેલ્ટોસ કાર નંબર જીજે24એએમ-3130માં તપાસ કરતાં તેમાં વિદેશી શરાબની 8 નંગ પેટીઓ જેની કિંમત 57,405 તથા કાર મળી કુલ રૂપિયા 5,57,404નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0