ગ્રામ્ય સ્તર સુધી ક્ષત્રિય સમાજના વિરોધના દ્રશ્યો બાદ ભાજપની ચિંતા વધી

April 25, 2024

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વલસાડ સહિતના જિલ્લાઓમાં કોંગ્રેસના ઉમેદવાર મજબૂત ટક્કર આપે છે

ક્ષત્રિય અને લઘુમતિ મતો પણ તેમાં ભળે તો પરિણામ પર અસર થઇ શકવાનું ભાજપ પક્ષનું આંકલન

ગરવી તાકાત, ઉ.ગુ. તા. 25 – રૂપાલાના વિધાનોનો બચાવ કરી શકાય તેમ નથી, મોવડી મંડળ પણ વ્યથિત છે. રાજકીય મુદ્દો ન બનાવવા પણ સમજાવાશે. વૈમનસ્ય વધે નહીં તે પણ સરકારની ચિંતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વલસાડ સહિતના જિલ્લાઓમાં કોંગ્રેસના ઉમેદવાર મજબૂત ટક્કર આપે છે તેથી આદિવાસી મતોમાં ભાગલા નિશ્ચિત: હવે ક્ષત્રિય અને લઘુમતિ મતો પણ તેમાં ભળે તો પરિણામ પર અસર થઇ શકવાનું ભાજપ પક્ષનું આંકલન આંકવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત નાના નાના ગ્રામ્ય સ્તરે પણ ક્ષત્રિય આંદોલન વેગ પકડી રહ્યું છે.  સૌરાષ્ટ્રમાં જામનગર બેઠકમાં ક્ષત્રિય મતદારોની મોટી હાજરીથી વાતાવરણ પણ ઉગ્ર છે. કોંગ્રેસના લેઉવા ઉમેદવાર હોવાથી ક્ષત્રિય ઉપરાંત આ વિસ્તારમાં મોટી હાજરી ધરાવતા મુસ્લિમ મતો એક થઇ શકે છે.

આ ઉપરાંત હકુભા ફેક્ટર પણ ભારે ચર્ચામાં હોવાનું ગાંધીનગરના રીપોર્ટમાં દર્શાવાયું છે. અત્યાર સુધી દિમાગથી ડેમેજ કન્ટ્રોલ કરાયું હવે ઇમોશ્નલ અપીલની તૈયારી મોદી પણ તે મુદ્દે કોઇ સંકેત આપી શકે. અત્યાર સુધી કાર્યાલય ઉદ્ઘાટન અને નાની સભાઓમાં ક્ષત્રિયોનો વિરોધ દેખાતો હતો પણ મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓની સભામાં જો વિરોધ પ્રદર્શન થાય તો રાષ્ટ્રીય સ્તરે પણ મેસેજ જવાનો ભય પણ સતાવી રહ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0