જોટાણામાં પાર્લરના માલિક પર બુરખો પહેંરી હુમલો કરનાર શખ્સને મહેસાણા એલસીબીએ દબોચી લીધો 

January 17, 2024

બે દિવસ અગાઉ વહેલી પરોઢીયે પાર્લરના માલિક પર હુમલો કર્યો હતો 

બુરખો પહેંરી મોઢુ સંતાડી હુમલો કરનાર શખ્સને બે દિવસમાં મહેસાણા એલસીબીએ ઝડપી લીધો 

ગરવી તાકાત, મહેસાણા તા. 17 – સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં જોટાણા ખાતે એક પાર્લરના માલિક પર ગત તા. 15-1-2024 બે દિવસ અગાઉ હુમલો કરવામાં આવ્યોં હતો. જે બાબતે સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાર્લરના માલિક પર હુમલો કરનાર શખ્સને બે દિવસમાં ઝડપી પાડી અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી શખ્સને ઝડપી પાડ્યોં હતો.

સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં જોટાણા ગામે ગત તા. 15-1-2024ના રોજ મારુતિનંદન પાર્લરના માલિક પટેલ બદ્રીભાઇ વિઠ્ઠલભાઇએ પોતાનું પાર્લર પરોઢીયાના સમયે ખોલતાં હોઇ તે દરમિયાન કોઇ અજાણ્યો ઇસમ બુરખો પહેરી પાછળથી આવી હુમલો કર્યો હતો જે બાબતે સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મહેસાણા ઇ. જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયના તથા. ના. પોલીસ અધિક્ષક આર.આઇ.દેસાઇના માર્ગદર્શન મુજબ મહેસાણા એલસબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ જે.એમ.ગેહલાવત, એએસઆઇ ડાહ્યાભાઇ, હરિસિંહ, હેકો. ઇજાજ અહેમદ, નિલેષકુમાર, શૈલેષકુમાર, હેમેન્દ્રસિંહ,  મહેન્દ્રકુમાર, કિરટીસિંહ, પ્રદિપકુમાર, પો.કો. અબ્દુલભાઇ, આકાશકુમાર, હિંમતસિંહ, હરેશસિંહ, સુહાગસિંહ સહિતનો સ્ટાફ વિવિધ અલગ અલગ ટીમો બનાવ પેટ્રોલીંગ કરી રહ્યાં હતા

આ દરમિયાન પો.કો. અબ્દુલભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધર્મસિંહ ઉર્ફે ભયલું રજુસિંહ ઝાલા રહે. હાલ જોટાણાવાળએ પાર્લરના માલિક પર હુમલો કર્યો હોવાનો શકના આધારે જે હાલમાં જોટાણા ગ્રામ પંચાયત પાસે આવેલ એકતા મીનરલ પાણીના પ્લાન્ટ પાસે ઉભો છે જે બાતમીના આધારે શખ્સને ઝડપી પાડી નામ ઠામ પુછતાં ધર્મસિંહ ઝાલા રહે. માંકણજ શક્તિમાનો વાસ તા. જોટાણાવાળો હોવાનું જણાવ્યું હતું જેમાં વધુ પુછપરછ દરમિયાન ધર્મસિંહ મીનરલ પાણીનું વેચાણ કરતો હોઇ પાર્લર વાળા શખ્સને પાણીના પૈસા ન આપ્યાં હોવાથી હુમલો કર્યો હોવાની કબુલાત કરી હતી. જે અનુસંધાને મહેસાણા એલસીબીની ટીમે હુમલો કરનાર શખ્સને ઝડપી પાડી સાંથલ પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0