કડી APMCની ચૂંટણીમાં પૂર્વ ના. મુખ્યમંત્રી નીતિન પટેલે ખરીદી વેચાણ સહકારી મંડળીમાં ફોર્મ ભરતાં બિનહરીફ 

November 25, 2023

ગુજરાતના પૂર્વ ના. મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા નીતિન પટેલે કડી એપીમસીની ચૂંટણીમાં ઝંપલાવતાં અનેક તર્ક વિતર્ક 

પૂર્વ ના.મુખ્યમંત્રી નીતિન પટેલને ફરી એકવાર APMC ચૂંટણી લડવાના અભરખાં! સામે કોઈએ ફોર્મ જ ના ભર્યું

ગરવી તાકાત, મહેસાણા તા. 25 – ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જી હા…પૂર્વ ડે.સીએમ એ કડી APMC ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. ગુજરાતના પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ચૂંટણીનું ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નીતિન પટેલે ખરીદ વેચાણ સહકારી મંડળીમાં ફોર્મ ભર્યું છે. માત્ર એક જ ફોર્મ ભરાતાં નીતિન પટેલ કડી APMC ચૂંટણીમાં બિનફરીફ થયા છે.

નીતિન પટેલ : ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPS ક્લિયર કરી નથી શકતા - BBC News  ગુજરાતી

5 ડિસેમ્બરેના રોજ કડી APMCની ચૂંટણી યોજાવાની છે. 24 નવેમ્બરના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. કડી APMCની 15 બેઠક માટે કુલ 91 ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે APMCની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં ખરીદ વેચાણ સરકારી મંડળીમાં એક માત્ર નીતિન પટેલનું ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓ બિનહરીફ થયા છે. કડી APMCના 20 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયા છે. વેપારીઓની ચાર બેઠક માટે 15 ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોએ ફોર્મ ભરતા સરકારી રાજકારણ ગરમાયું છે. જ્યારે ખેડૂતોની 10 બેઠક માટે 75 ફોર્મ ભરાયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના કદાવર નેતાની ગણનામાં આવતાં નિતીન પટેલે ખરીદ વેચાણ સહકારી મંડળીમાં ફોર્મ ભરતાં અનેક રાજકિય ચર્ચાઓ જોવા મળી રહી છે કે કદાવર નેતા ગણાતાં નિતીન પટેલે કેમ કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ઝંપલાવ્યું હશે. જો કે નિતીન પટેલનો દબદબો મહેસાણા જિલ્લામાં અકબંધ છે જેનો પડઘો એપીએમસીની ચૂંટણીમાં જોવા મળ્યોં છે જેમાં કડી એપીએમસીની ચૂંટણી અગાઉ જ ખરીદ વેચાણ સરકારી મંડળીમાં નિતીન પટેલે ફોર્મ ભર્યુ હોવાથી તેમની સામે કોઇએ ફોર્મ ભરવાની હિંમત દાખવી ન હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0