પાલનપુર આર.ટી.ઓ બ્રિજ તૂટવાની ઘટનાના થોડાક જ દિવસો બાદ વધુ એક બ્રિજ પર પડી તિરાડો
ગરવી તાકાત, પાલનપુર તા. 31- રાજ્યભરમાં એક પછી એક બ્રિજ તૂટવાનો સિલસિલો અકબંધ છે. ત્યારે બનાસકાંઠાના આરટીઓ ચેકપોસ્ટ નજીક બ્રીજની ગડર તૂટવાનો મામલો શાંત થયો નથી અને બીજી બાજુ ડીસા હાઇવે પર ચડોતર પાસે નવિન બનાવેલ બ્રિજમાં તિરાડો જોવા મળી છે.

પાલનપુર ચડોતર વચ્ચે નવીન બનાવેલ પુલ પર પડી મોટી તિરાડો પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. ભ્રષ્ટાચારની તિરાડો પડતા તેને ખોદી સમારકામ કરવાનું ચાલું કરવામાં આવ્યું છે. લાખો કરોડોના ખર્ચે બનાવેલ નવિન બ્રીજ પર તિરાડો પડતા ભ્રષ્ટાચારની પોલ સામે આવી છે. નવીન બનાવેલ બ્રિજ પર ઠેર ઠેર બેસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.
ત્યારે અહીં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે હલકી ગુણવત્તાની ચીજ વસ્તુઓ વાપરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ પાલનપુર થી ચડોતર વચ્ચે નવીન બનાવેલ બ્રિજને અનેકવાર રીપેર કરવામાં આવ્યો હોવા છતાં ઠેર ઠેર તિરાડો પડેલી જોવા મળી રહી છે. પાલનપુર આરટીઓ ચેકપોસ્ટ નજીક બનેલ ઘટના બાદ ફરીવાર આવી ઘટના ના બને તે પહેલા તંત્ર દ્વારા તપાસ કરી સત્વરે પાકુ કામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


