રાજ્યના કેટલાક વિસ્તારોમાં 17થી 20 ઓક્ટોબર સુધી પશ્ચિમી વિક્ષેપના કારણે કરા સાથે પડવાની અંબાલાલ પટેલની આગાહી

October 11, 2023
  • ખેલૈયાઓ માટે માઠા સમાચાર – નવરાત્રીની મજા બગાડી શકે વરસાદ 
  • અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી  – કરા સાથે વરસાદ પડવાની સંભાવના 
  • જરાતમાં લોકો કોઈ ચોક્કસ ઋતુ અનુભવી શક્તા નથી. હવે ગુજરાતમાં તહેવારોની મોસમ આવી છે. ત્યારે એકસાથે ઠંડી-ગરમી, વરસાદ અને વાવાઝોડું બધુ જ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે.
  • નવરાત્રીમાં ખેલૈયા માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે. 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ આવતા કરા સાથે વરસાદ થવાની શક્યતા છે.

    ’14 ઓક્ટોબરે પણ જોવા મળશે વાતાવરણમાં પલટો’
    તેમના જણાવ્યા અનુસાર, વરસાદ થતાં દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. ભારે પવનના કારણે વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન મેચમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે. 14 ઓક્ટોબરે પણ વાતાવરણમાં પલટા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22થી 26 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે.

  • નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિવાદ લઈ લીધી છે. ચોમાસાની વિદાય છતાં નવરાત્રીમાં વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17 ઓક્ટોબરથી 20 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0